વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં લાગી આગ, ફાયર વિભાગને કરાઈ જાણ
Fire in Vadodara: વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં ફરીથી આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગતા અફરાતફરી સર્જાઈ છે. આગ લાગતા કર્મચારીઓને છોડી દેવામાં આવ્યા હતા. આગના કારણે કંપની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ફાયર વિભાગને જાણ કરવામાં આવી
વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં ફરીથી આગ છે. જેના કારણે અફરાતફરી સર્જાણી હતી. આગના કારણે કંપની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આગ કયા પ્લાન્ટમાં અને કેવી રીતે લાગી તે અંગે તંત્ર તપાસ કરી રહ્યું છે. આગની ઘટનાને લઈને ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે.