AMCએ રસ્તા વચ્ચે થાંભલો ‘રોપ્યો’! શહેરીજને કહ્યું – અમે ટેક્સ ભરીએ, તંત્ર આવી મૂર્ખતા કરે
અમદાવાદઃ શહેરમાં તંત્રએ વધુ એકવાર બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવી ઘટના સામે આવી છે. અવારનવાર અમદાવાદમાં મહાનગરપાલિકાના અણઘડ વહીવટને કારણે શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. મકરબા-શીલજ ઓવરબ્રિજ બાદ વધુ એક ભોપાળું સામે આવ્યું છે.
શહેરમાં આવેલા સ્ટેડિયમ ચાર રસ્તા પાસે CCTVનો થાંભલો રોડ પર ફિટ કરી દેવામાં આવ્યો છે. CCTVનો થાંભલો ડિવાઇડર પર ફિટ કરવાનો હોય તેની જગ્યાએ રોડ પર ફિટ કરી દેવામાં આવ્યો છે. ડિવાઈડરથી દોઢ ફૂટ દૂર થાંભલો ફિટ કરવામાં આવ્યો છે.
રસ્તા પર થાંભલો ફિટ કરવામાં આવ્યો છે. તેના કારણે અકસ્માત સર્જાય તેવી શક્યતા રહેલી છે. ત્યારે વધુ એકવાર તંત્રના કારણે અમદાવાદીઓને પરેશાન થવાનો વારો આવ્યો છે.
આ અંગે એક શહેરીજને જણાવ્યુ હતુ કે, ‘અમે ટેક્સ ભરીએ અને તંત્ર આવી મૂર્ખતા કરે છે. 2 દિવસ પહેલાં પણ અહીંયા અકસ્માત થયો હતો.’