વિરાટ કોહલી થયો મહિલા પર ગુસ્સે, મેલબોર્ન એરપોર્ટ પર થયો મોટો હંગામો
Virat kohli: વિરાટ કોહલી હાલ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમી રહ્યો છે. ટેસ્ટ ખતમ થવાની સાથે ટીમ ઈન્ડિયા ભારત પહોંચી હતી. આ સમયે ઉતરતી વખતે વિરાટને એક મહિલા સાથે ઝઘડો થયો હતો. આ મહિલા પત્રકાર હતી. પરંતુ મહિલા ઉપર વિરાટે કોહલીએ કેમ ગુસ્સો કર્યો?
Indian cricket superstar Virat Kohli has been involved in a fiery confrontation at Melbourne Airport. @theodrop has the details. https://t.co/5zYfOfGqUb #AUSvIND #7NEWS pic.twitter.com/uXqGzmMAJi
— 7NEWS Melbourne (@7NewsMelbourne) December 19, 2024
આ પણ વાંચો: આકાશદીપે સિક્સર ફટકારી તો વિરાટ ચોંકી ગયો, વીડિયો થયો વાયરલ
મહિલા રિપોર્ટર સાથે દલીલ
ગાબા ટેસ્ટ ખતમ થયા બાદ વિરાટ ફરી ચર્ચામાં આવ્યો છે. વિરાટ કોહલી મેલબોર્ન પહોંચતા જ એક મહિલા પત્રકાર સાથે બબાલ થઈ છે. મહિલા રિપોર્ટર સાથે દલીલ લાંબા સમય માટે થઈ હતી. વાત જાણે એમ હતી કે વિરાટ કોહલીના બાળકોની તસ્વીર આ લોકોએ ખેંચી હતી. જેના પછી વિરાટ ગુસ્સે થયો હતો. આ દરમિયાનનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ વાત કરી રહ્યો છે. વિરાટ બહુ જ ગુસ્સામાં જોવા મળી રહ્યો છે. લોકો મારી પરવાનગી વિના મારા બાળકોના ફોટા ન લઈ શકો. જોકે મહિલા પત્રકારે દાવો કર્યો હતો કે તેમણે કોઈ વીડિયો કે ફોટો તેમના બાળકોના લીધા નથી. વિરાટ કોહલીએ બધાને કહ્યું કે તેને પ્રાઈવસીની જરૂર છે.