અભિનેત્રી દેવોલિના બની મમ્મી… દીકરાને આપ્યો જન્મ
Mumbai: દેવોલિના ભટ્ટાચારજી પોતાની પ્રેગ્નન્સીને લઈને ઘણા સમયથી ચર્ચામાં હતી. અભિનેત્રીએ પતિ શાહનવાઝ સાથે તેના જન્મદિવસની તસવીરો શેર કરી હતી, જેમાં તેનો બેબી બમ્પ દેખાઈ રહ્યો હતો. દેવોલીનાને દીકરો હશે કે દીકરીને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત હતા. પરંતુ હવે ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. દેવોલીનાએ પુત્રને જન્મ આપ્યો છે.
દેવોલિના અને શાહનવાઝે સોશિયલ મીડિયા પર તેમના તમામ ફેન્સ સાથે આ સારા સમાચાર શેર કર્યા છે. શેર કરેલી પોસ્ટમાં નવદંપતીએ પોતાની ખુશી વ્યક્ત કરી છે. આ કપલના ફેન્સ પણ આનાથી ઘણા ખુશ છે અને તેમના પર પ્રેમ વરસાવી રહ્યા છે. લોકો બાળકને આશીર્વાદ પણ આપી રહ્યા છે.
View this post on Instagram
દેવોલીનાએ સોશિયલ મીડિયા પર આ ખુશખબર આપી હતી
દેવોલિના ભટ્ટાચારીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નાનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે પોતાના પુત્રના જન્મની જાહેરાત કરી છે. પોસ્ટમાં લખ્યું છે કે, “અમે અમારી આ નાની ખુશી વ્યક્ત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. અમારો બાળક આ દુનિયામાં આવ્યો છે. 18.12.2024.” દેવોલિનાએ ગઈ કાલે દીકરાને જન્મ આપ્યો હતો, પરંતુ આજે તેઓએ આ માહિતી ચાહકો સાથે શેર કરી છે. દેવોલીનાના માતા બનવાના સમાચાર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ફેન્સની સાથે સેલિબ્રિટીઓ પણ તેને અભિનંદન આપી રહ્યા છે.
આ પણ વાંચો: મુકેશ ભૂવાજી સામે પોલીસ સ્ટેશનમાં અરજી, હોસ્પિટલના સત્તાધીશ જવાબદાર લોકો સામે લેશે પગલાં
2022 માં લગ્ન કર્યા
દેવોલિના ભટ્ટાચારીએ વર્ષ 2022માં તેના બોયફ્રેન્ડ અને જિમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે લગ્ન કર્યા હતા. દેવોલીના હિન્દુ છે અને શાહનવાઝ મુસ્લિમ ધર્મમાંથી આવે છે. બંનેએ કોર્ટ મેરેજ કરવાનું નક્કી કર્યું હતું. આ લગ્ન માટે દેવોલીનાને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવી હતી.