December 19, 2024

સંસદમાં વિરોધ દરમિયાન BJP સાંસદ ઘાયલ, કહ્યું – રાહુલ ગાંધીએ માર્યો ધક્કો

Delhi: સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને આંબેડકર પર ટિપ્પણીના મુદ્દે બંને ગૃહોમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. આજે પણ સંસદ પરિસરમાં હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો. વિરોધ દરમિયાન બીજેપી સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીનું માથું ફાટી ગયું અને તેમણે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર આંગળી ચીંધી.

એવો દાવો કરવામાં આવ્યો છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો હતો, જે પ્રતાપ સારંગી પર પડ્યા હતા. તે પણ પડી ગયા હતા અને માથામાં ઈજા થઈ હતી. સાંસદ સારંગીએ દાવો કર્યો હતો કે હું સીડી પાસે ઉભો હતો ત્યારે રાહુલ ગાંધીએ આવીને એક સાંસદને ધક્કો માર્યો હતો. જે પાછળથી મારા પર પડ્યો હતો. આ ઘટનાને કારણે તે પણ પડી ગયા હતા..

આ પણ વાંચો: શામળાજી પોલીસે ઝડપી પાડ્યો અંગ્રેજી દારૂનો જથ્થો, 2 આરોપી સહિત 1.18 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત