December 19, 2024

સુરત BRTSના ડ્રાઈવર બન્યા યમરાજ, BRTSમાં યુવકનો પગ ફસાયો છતાં 15 મિનિટ સુધી બસ ચલાવી

Surat BRTS: સુરતમાં BRTS બસ ચાલકની વધુ એક બેદરકારી સામે આવી છે. ગોડાદરાના મંગલ પાંડે બીઆરટીએસ પાસે BRTSમાં યુવકનો પગ ફસાયો હતો. એક વ્યક્તિ બીઆરટીએસ બસમાં જતા તેનો પગ દરવાજામાં ફસાઈ ગયો હતો.

આ પણ વાંચો: સ્મૃતિ મંધાના બનાવી શકે છે આજે નવો રેકોર્ડ

બસનો દરવાજો ખોલ્યો નહીં
બસ ડ્રાઈવરે આ ઘટનાને ગંભીરતાથી લીધી ના હતી. બસનો દરવાજો ખોલ્યો ના હતો. અંદાજે 15 મિનિટ સુધી એ જ હાલતમાં ગાડી ચલાવી દીધી હતી. બસ ડ્રાઇવરની આ ગંભીર બેદરકારીને લઈ સ્થાનિકોમાં ભારો રોષ જોવા મળી રહ્યો છે. અનેકવાર આવા બનાવ સામે આવે છે કે જેના કારણે લોકોને હેરાન થવાનો વારો આવે છે કે પછી કોઈનો જીવ જાય છે. આ અંગે સ્થાનિક તંત્ર પણ કોઈ પ્રકારની તકેદારી રાખી રહ્યું નથી.