December 18, 2024

મહાકુંભ મેળાને લઈ રેલવેએ કરી જાહેરાત, અમદાવાદ અને ભાવનગરથી દોડશે સ્પેશિયલ ટ્રેન

Ahmedabad: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાનારા મહા કુંભ મેળાને લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ વચ્ચે હવે કુંભ મેળાને લઈને પેસેન્જરના ઘસારાને પહોંચી વળવા રેલવેએ વિશેષ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. જેમા અમદાવાદથી બે સ્પે.ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગરથી પણ સ્પે. ટ્રેન દોડાવવાનું રેલવેનું આયોજન છે.

મળતી માહિતી અનુસાર, મહા કુંભ મેળાને લઈને શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ જતા હોય છે. જેને લઈને રેલવેએ વિશેષ ટ્રેનોનું આયોજન કર્યું છે. જેમા સાબરમતીથી બનારસ, સાબરમતીથી બનારસ વાયા ગાંધીનગર ટ્રેન દોડશે. આ સિવાય ભાવનગરથી બનારસ ટ્રેન દોડાવવામાં આવશે. તેમજ સાબરમતીથી બનારસની 10 ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. તો સાબરમતીથી બનારસ વાયા ગાંધીનગરની 6 ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગરથી બનારસની 6 ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે..

આ પણ વાંચો: ધુમ્મસ… ધુમાડો અને પ્રદુષણની ઝપેટમાં માયાનગરી, મુંબઈમાં પણ પ્રદુષણનો કહેર