PMJAYની પાત્રતા ન હોવા છતાં કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી
અમદાવાદઃ શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સરકારને મોટાપાયે ચૂનો લગાવવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. PMJAY એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત મોટાપાયે ચાલી રહેલું કૌભાંડ ઝડપાયું છે.
PMJAYમાં પાત્રતા ન ધરાવતા લોકોનાં કાર્ડ બનાવવામાં આવતા હતા. સરકારને મોટાપાયે ચૂનો લગાવવાના કૌભાંડનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ઈચ્છે એ લોકોનાં PMJAY કાર્ડ બનાવી આપવામાં આવતા હતા. કોઈ પાત્રતા નહીં, કોઈ દસ્તાવેજની જરૂર નહીં. પૈસા ફેંકો અને કાર્ડ તૈયાર કરાવો. આ મામલે હાલ 6 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. કાર્યવાહી બાદ તેમની ધરપકડ કરવામાં આવશે.
આ રેકેટમાં ખ્યાતિ હોસ્પિટલ પણ સામેલ હતી. અમદાવાદ જ નહીં, સમગ્ર ગુજરાત નહીં, આખા દેશભરમાં આ કૌભાંડ થતી હોવાની આશંકા છે. ત્યારે હાલ આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે.