December 16, 2024

‘વન નેશન-વન ઇલેક્શન’ સંબંધિત બિલ મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે!

One Nation One Election: સંસદના શિયાળુ સત્રમાંથી ‘વન નેશન-વન ઇલેક્શન’ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. માહિતી અનુસાર, આવતીકાલે (17-ડિસેમ્બર 2024)ના રોજ નીચલા ગૃહ લોકસભામાં ‘વન નેશન-વન ઇલેક્શન’ સંબંધિત બિલ રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન મેઘવાલ આ બિલ રજૂ કરશે.

લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવા માટેનું બંધારણ સુધારો બિલ મંગળવારે સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે અને તેને બંને ગૃહોની સંયુક્ત સમિતિને મોકલવામાં આવી શકે છે. કેન્દ્રીય કેબિનેટે ગયા અઠવાડિયે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એકસાથે કરાવવાનો નિર્ણય લીધો હતો, પરંતુ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી કેવી રીતે હાથ ધરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.