ઓલપાડમાં પતિએ પત્ની હત્યા કરી પછી પોતે દવા પીને કર્યો આપઘાત
કિરણસિંહ ગોહિલ, સુરત: ઓલપાડના મોટા હળપતિ વાસમાં વહેલી સવારે પતિએ પત્ની જ હત્યા કરી નાંખી છે. પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ ઝેરી દવા પીઇ નજીકમાં આવેલ ટાંકી પરથી મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. જોકે વહેલી સવારે પતિ પત્ની વચ્ચે શું એવું બન્યું કે પતિએ કરી નાંખી પત્ની હત્યા અને પછી પતિએ પોતાની જ હત્યા કરી નાંખી.
પિતા ઘરની બહાર ભાગી ગયા
ગુજરાતીમાં એક કહેવત છે કે ગુસ્સો માણસ ને બરબાદ કરી નાંખે છે. આવુ જ કઈ ઓલપાડમાં બન્યું છે. ઓલપાડના મોટા હળપતિ વાસમાં રહેતા ધનસુખ રાઠોડ અને તેમની પત્ની લક્ષ્મીબેન રાઠોડ પરિવાર સાથે રહેતા હતા. પરંતુ આજે વહેલી સવારે પતિ -પત્ની વચ્ચે કોઈ અણબનાવ થયો અને પતિ ધનસુખ રાઠોડ઼ે પત્ની લક્ષ્મી રાઠોડ ને ધારદાર કુહાડી મારી દેતા લક્ષ્મીબેન ગંભીર રીતે ઘવાયા હતા. જોકે પિયર આવેલી દીકરી ઘરમાં આવી જોતા માતા લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા અને તેના પિતા ધનસુખ રાઠોડ હાથમા કુહાડો લઇ ઉભા હતા. દીકરી તેજલ ને જોઈ પિતા ઘરની બહાર ભાગી છૂટ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટી ખાતે ફીમાં વધારાને લઈ ABVPએ કર્યો વિરોધ
રહસ્ય બની ગયું
લોહી લુહાણ હાલતમાં લક્ષ્મીબેન રાઠોડને સંજીવની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે લક્ષ્મીબેનને મૃત જાહેર કર્યા હતા. હજી માતાનો મૃતદેહ આંખ સામે હતો અને બીજા સમાચાર આવ્યા કે માતાની હત્યા કરી ભાગેલા પિતાએ પણ ઝેરી દવા પીને ઘર નજીક આવેલ ટાંકી પરથી મોતની છલાંગ લગાવી દેતા તેમનું પણ ઘટના સ્થળે મોત થયું છે. જોકે લક્ષ્મી બેનની હત્યા પતિ ધનસુખે કેમ કરી એ હવે રહસ્ય બની ગયું છે.