January 6, 2025

પ્રતાપ દૂધાતની રસ્તા મુદ્દે લડત, 15 વર્ષથી બિસ્માર રહેલા રસ્તાના કામને મંજૂરી છતા સ્થિતિ ‘જૈસે થે’

દશરથસિંહ રાઠોડ, અમરેલી: સાવરકુંડલા તાલુકાના ધાર અને પીયાવા ગામ વચ્ચે આવેલ પાંચ કિલોમીટરનો રોડ છેલ્લા 15 વર્ષથી નહીં બન્યો પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા આ રોડ મંજૂર થયો અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. મહેશ કસવાલા દ્વારા પણ ખાત મુર્હૂત કરવામાં આવ્યું હતું. પણ હજુ સુધી આ રોડ બન્યો નથી. અનેક લોકોના હાડકાઓ ભાંગ્યા છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો.

તાત્કાલિક રસ્તો બનાવવામાં આવ્યો
સાવરકુંડલા તાલુકાના ધાર અને પીયાવા વચ્ચેનું પાંચ કિલોમીટરનો ખરાબ થઈ ગયેલો રોડ છેલ્લા 15 વર્ષથી ગ્રામજનોની માંગણી છે કે આ રોડ બનાવવામાં માટે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા આ રોડ મંજૂર કરાવી ખાતમહૂર્ત પણ કરવામાં આવ્યું. અને ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ હતી. ત્યારે હાલ આ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે અનેક લોકો અને રાહદારીઓના નાના મોટા અકસ્માતો થયા છે કેટલાયના હાડકા ભાગ્યા છે. ઘાયલ થયેલા ગ્રામજનો દ્વારા સરકારને મા-બાપ તરીકે વિનંતી કરી રહ્યા છે. તાત્કાલિક આ રસ્તો બનાવવામાં આવે જેથી આ રોડ પર પસાર થતા અન્ય લોકો ખાસ કરીને બાઈક સવારો ઘાયલ ન થાય તેવી વેદનાઓ કેમેરા સામે ઠાલવી રહ્યા છે.

આ પણ વાંચો:વોડાફોન આઈડિયાએ 17 જગ્યાએ 5G સર્વિસ કરી શરૂ

સત્યનારાયણ ભગવાનની પૂજા કરી
સાવરકુંડલાના ધાર અને પિયાવા વચ્ચેનો પાંચ કિલોમીટર નો રસ્તો પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના કાર્યકાળ દરમિયાન મંજુર કરવામાં આવ્યો હતો. તેનું ખાતમુરત પણ પ્રતાપ દુધાત દ્વારા કરવામાં આવ્યું હતું. નવા ધારાસભ્ય ચૂંટાયા તેને બે વર્ષનો સમય પૂરો થઈ ગયો છે. તેમણે પણ આ રોડનું ખાતમુરત કર્યું હતું. બે વર્ષ સુધી રાહ જોવા છતાં પણ હજુ સુધી આ રોડ બન્યો નથી. કમર તોડ આ રસ્તા માટે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને ધાર તેમજ પિયાવા ગામના ગ્રામજનોએ રોડ વચ્ચે રામધૂન બોલાવી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી કથા કરીને વિરોધ કર્યો હતો. નવા ધારાસભ્ય અને નવી સરકાર આ રસ્તો ક્યારે બનાવશે તે તો આવનારો સમય જ બતાવશે.