December 14, 2024

રાહુલ ગાંધીના સંસદમાં આકરા પ્રહાર, કહ્યુ – સરકારે યુવાનોનાં અંગૂઠા કાપ્યાં

Rahul Gandhi: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમનું ભાષણ 26 મિનિટ સુધીનું હતું. રાહુલ ગાંધીએ આ સમયે દ્રોણાચાર્ય, એકલવ્ય, અને સાવરકર સહિત અનેક મુદ્દાઓ પર ભાષણ આપ્યું હતું.

આ પણ વાંચો: IND vs PAKની મેચ આ દિવસે, જાણો ક્યારે રમાશે આ મેચ

વિરોધ પક્ષ બંધારણના વિચારોના રક્ષક
રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર દેશના યુવાનોનો અંગૂઠો કાપી રહી રહી છે. ભારતભરમાં આજે વૈચારિક લડાઈ ચાલી રહી છે. વિરોધ પક્ષ બંધારણના વિચારોના રક્ષક છે. રાહુલ ગાંધીએ હાથરસની ઘટનાને યાદ કરી હતી. કહ્યું કે થોડા દિવસ પહેલા હું હાથરસ ગયો હતો. 4 વર્ષ પહેલા જે બાળકી પર રેપ થયો હતો તેની સાથે રેપ કરનારા આરોપી બહાર ફરી રહ્યા છે.