વડોદરામાં ગેંગરેપનો આરોપી 9 વર્ષે પકડાયો, 4 આરોપીઓએ બળાત્કાર ગુજાર્યો હતો
વડોદરાઃ શહેરમાં ગેંગરેપનો આરોપી 9 વર્ષે ઝડપાયો છે. શહેર પોલીસે મધ્યપ્રદેશના શાંતુ ઇલુ નિનામાની ધરપકડ કરી છે. વર્ષ 2016માં પંચમહાલની યુવતી વડોદરામાં મજૂરી કામ કરતા હતી. ત્યારે આરોપી શાંતુ નિનામાએ યુવતીની એકલતાનો લાભ લઈને તેનું અપહરણ કર્યું હતું.
તેને રીક્ષામાં બેસાડીને એસટી ડેપો લઈ ગયો હતો. ત્યારબાદ રાજકોટમાં યુવતીને અજાણ્યા મકાનમાં 20 દિવસ ગોંધી રાખી હતી. ત્યારબાદ શાંતુ નિનામા સહિત 4 આરોપીઓએ 3 દિવસ વારાફરતી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ 3 આરોપીઓએ યુવતીને મધ્યપ્રદેશના કમલેશ નિનામાને સોંપી દીધી હતી. ત્યારબાદ સતત 20 દિવસ સુધી કમલેશ નિનામાએ યુવતીએ બળાત્કાર ગુજાર્યો હતો.
યુવતીએ 2016માં આરોપી શાંતુ નિનામા, કમલેશ નિનામા, કૈલાશ ભાભોર, કાંતુ ભાંભોર સામે ફરિયાદ નોંધાવી હતી. આ 4 આરોપીઓ પૈકી શાંતુ નિનામાની ધરપકડ કરી છે.