February 5, 2025

હવે ઈઝી રીતથી ઘરે બનાવો શક્કરિયાનો હલવો, શરીરમાંથી સ્ફૂર્તિ ઘટશે નહીં

Winter Special Food: શિયાળાની સિઝન આવી ગઈ છે. શિયાળાની સિઝનમાં લોકો શક્કરિયા ખાવાનું પસંદ કરતા હોય છે. ત્યારે આજે અમે શક્કરિયાના હલવાની રેસીપી લઈને આવ્યા છીએ. આવો જાણીએ શક્કરિયાના હલવો બનાવવાની ઈઝી રીત.

શક્કરિયાનો હલવો બનાવવા માટેની સામગ્રી

કાજુ – 10

બદામ – 10

પિસ્તા – 10

દૂધ – 1/2 કપ

શક્કરિયા- 250 ગ્રામ

ખાંડ – 100 ગ્રામ

દેશી ઘી – 100 ગ્રામ

એલચી પાવડર – 1 ચમચી

કેસર – 5

આ પણ વાંચો: માત્ર તુવેર ટોઠા જ મહેસાણાના ફેમસ નથી રગડ પણ છે ચટાકેદાર, જૂઓ કેવી રીતે બને છે રગડ

શક્કરિયાનો હલવો બનાવવાની રીત
શક્કરિયાને સારી રીતે બાફી લો. હવે તમારે તેની છાલ કાઢી લેવાની રહેશે. આ પછી તમારે શક્કરિયાને મેશ કરી લેવાના રહેશે. આ પછી તમારે કડાઈમાં ઘી લેવાનું રહેશે. આ પછી તમારે તેમાં મેશ કરેલા શક્કરિયા ઉમેરવાના રહેશે. તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો. હવે એક પેનમાં દૂધ લો આ પછી તેને ગરમ થવા દો. આ પછી તમારે તેમાં ખાંડ નાંખવાની રહેશે. આ પછી એલચી પાવડર નાંખવાનો રહેશે. હવે તમારે તેમાં બદામ, પિસ્તા, કાજુ નાંખવાના રહેશે. તો તૈયાર છે શક્કરિયાનો હલવો.