સુરતનો હાથમાં રિવોલ્વર સાથે ડાન્સ કરતો યુવકનો વીડિયો વાયરલ
Surat Viral Video: સુરતનો હાથમાં રિવોલ્વર સાથે ડાન્સ કરતો યુવકનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ડીંડોલી વિસ્તારના સુજીત ઉપાધ્યાયનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક હાથમાં રિવોલ્વર સાથે એક ડાન્સર સાથે ડાન્સ કરી રહ્યો છે. ડાન્સ કરવાની સાથે સાથે હાથમાં રિવોલ્વર પણ જોવા મળી રહી છે.
આ પણ વાંચો: AMCએ બજેટ માટે રિવ્યૂ બેઠક કરી, વિપક્ષના નેતાએ કહ્યું માત્ર ટાઈમ પાસની બેઠક
વીડિયો આવ્યો સામે
સુરતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સુજીત ઉપાધ્યાય નામનો યુવક ડાન્સર સાથે ડાન્સ કરી રહ્યો છે. તેના હાથમાં રિવોલ્વર પણ જોવા મળી રહી છે. આટલું જ નહીં યુવકનો પોલીસ સાથેનો વીડિયો પણ સામે આવ્યો છે. હવે પોલીસ આ અંગે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. અવારનવાર આ પ્રકારના વીડિયો સામે આવે છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે આ પ્રકારના નરાધમોને વેગ મળી ગયો છે.