ગુજરાતીઓ કાતિલ ઠંડી સહન કરવા તૈયાર રહેજો, આગામી 4 દિવસ છે ભારે
Weather Update: ગુજરાતમાં ઠંડીની તીવ્રતા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હવે હવામાન વિભાગે ઠંડીની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થશે. રાજ્યમાં સરેરાશ 4 થી 5 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો છે.
મળતી માહિતી અનુસાર ગુજરાતમાં આગામી 4 દિવસ ઠંડીનો ચમકારો રહેશે. નોંધનીય છે કે રાજ્યમાં સરેરાશ 4 થી 5 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો છે. ત્યારે નલિયા સૌથી ઠંડુગાર શહેર છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે નલિયામાં 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમ અને ઉત્તરીય પવનો આવી રહ્યા છે. ઉત્તરીય પવનો ફૂંકાશે જેના કારણે તાપમાનમાં ઘટાડો થવાની આશંકા છે.
આ પણ વાંચો: દિલ્હીવાસીઓ ઠંડીથી ઠુંઠવાયા… UPના 40થી વધુ જિલ્લામાં વરસાદનું એલર્ટ