માઉન્ટ આબુ બન્યું ટાઢુંબોળ… છવાઈ બરફની ચાદર, સહેલાણીઓએ માણી મજા
Mount Abu: દેશભરમાં ઠંડીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતની નજીક આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન આબુમાં હાલમાં જાણે વેકેશનનો માહોલ હોય તેમ સહેલાણીઓ ઉમટી પડ્યા છે. ખાસ તો પ્રવાસીઓ અહીં ઠંડીની મોજ માણી રહ્યા છે. હાલમાં આબુમાં તાપમાનનો પારો ઘટી ગયો છે. ત્યારે આ વચ્ચે હવે માઉન્ટમાં પણ બરફની ચાદર પથરાઈ ગઈ છે. બે દિવસથી સતત શીત લહેર યથાવત છે.
હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છવાઈ બરફની ચાદર#MountAbu #HillStation #Snow #Winter #ColdWave pic.twitter.com/aEpVUxHmsn
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) December 10, 2024
હાલ દેશભરમાં હાલ ઠંડીનું વાતાવરણ છે ત્યારે ખાસ કરીને લોકો માઉન્ટ આબુ ફરવા જતા હોય છે. ત્યારે હવે માઉન્ટ આબુમાં પણ બરફની ચાદર પથરાઈ ગઈ છે. આ સિવાય ખુલ્લામાં પાર્ક કરેલા વાહનો પર પણ બરફ જામી ગયો છે. જોકે, ઠંડીથી બચવા લોકોએ તાપણા અને ગરમ વસ્ત્રોનો સહારો લીધો છે.
આ પણ વાંચો: નશામાં ધૂત હતો કે પછી… બસ ચલાવતા જ નહોતી આવડતી? મુંબઈમાં ડ્રાઈવરે લીધા 7 લોકોના જીવ