December 12, 2024

ગીર-ગઢડામાં ગેરહાજર આશા વર્કરને 2 વર્ષ પગાર ચૂકવવાનું કૌભાંડ

ગીર ગઢડાઃ ગેરહાજર આશા વર્કરને 2 વર્ષ પગાર ચૂકવવાનું કૌભાંડ સામે આવ્યું છે. ગીર ગઢડાના હરમડિયા ગામે 2 વર્ષથી ગેરહાજર આશા વર્કરને પગાર ચૂકવાતો હતો. પીએચસી સેન્ટરમાં 2022માં ફરજ બજાવતા આશા વર્કર ફરજ બજાવતા હતા.

2022 બાદ આશા વર્કરના લગ્ન થતા સુરત જિલ્લાના નવસારી ગામે ચાલ્યા ગયા હતા. નવસારી ચાલ્યા ગયા બાદ પણ સરકારી રેકોર્ડ ઉપર તેમની હાજરી બોલતી રહી. સરકારી રેકોર્ડ પર હાજરી બોલાતી હતી અને પગાર ચૂકવાતો રહ્યો હતો. આરોગ્ય વિભાગના ઉચ્ચ વિભાગને ફરિયાદ કરતા આ અંગે તપાસ શરૂ થઈ હતી.

આ સમગ્ર કૌભાંડમાં આશા ફેસેલિલેટર, FHW, મેડિકલ ઓફિસર, ઓપરેટ સહિતના કર્મચારીઓની ભૂમિકા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. તમામ લોકો જાણતા હોવા છતાં કૌભાંડ ચાલતું રહ્યું હતું. નવસારી સાસરે ચાલી ગયેલી આશા વર્કર મુંજાણી હિરલબેનના એકાઉન્ટમાં પગાર આવતો રહ્યો હતો.

સમગ્ર પ્રકરણમાં મેડિકલ ઓફિસર સહિતના કર્મચારીઓની સંડોવણી સામે આવશે. જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસર સહિતની ટીમ આજે તપાસ કરશે. પ્રકરણને દબાવી દેવા આરોગ્ય અધિકારી પર રાજકીય નેતાઓના દબાણની ચર્ચા જાગી છે.