December 12, 2024

દિલ્હી-NCRમાં ભયંકર ઠંડીનું એલર્ટ, કાશ્મીરમાં માઈનસ 6 ડિગ્રી તાપમાન

Weather Update: દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હવામાન બદલાવા લાગ્યું છે. ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં સવાર અને સાંજે ગાઢ ધુમ્મસ છવાયેલુ છે. જ્યારે દિલ્હી-એનસીઆરમાં છેલ્લા 3 દિવસથી ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. સિઝનમાં પહેલીવાર પાટનગરમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયું છે. જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાના કારણે તાપમાન માઈનસ થઈ ગયું છે. ગુરુવારે રાત્રે પણ કાશ્મીરના તમામ વિસ્તારોમાં તાપમાન ઠંડું નોંધાયું હતું.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 7 ડિસેમ્બર, રવિવારે રાત્રે સક્રિય થશે. રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. આનાથી પશ્ચિમ હિમાલય ક્ષેત્ર અને ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાનોમાં તીવ્ર ઠંડી પડશે. પશ્ચિમ હિમાલયમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. મેદાની વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. ચાલો જાણીએ કે દેશભરમાં હવામાનની સ્થિતિ કેવી છે.

હવામાન વિભાગના અહેવાલ મુજબ દિલ્હીમાં છેલ્લા 3 દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, જેના કારણે રાજધાનીમાં ઠંડીમાં વધારો થયો છે. શુક્રવારે પણ પાટનગરનું તાપમાન 40.5 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હીમાં વરસાદની આગાહી કરી છે. જેના કારણે દિલ્હીમાં ઠંડી વધુ પડશે. લઘુત્તમ સાથે મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થશે.