BZ ગ્રુપ મામલે તપાસનો ધમધમાટ, CA રૂષિત મહેતાના ઘરે કરાઈ તપાસ
સાબરકાંઠા: ઉત્તર ગુજરાતમાં BZ ગ્રુપ પર CIDએ દરોડા પછી એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે BZ ગ્રુપ મામલે CID ક્રાઈમે તપાસ તેજ કરી છે. BZ ગ્રુપના CA રૂષિત મહેતાના ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે મોડી રાત સુધી તપાસ કરવામાં આવી હતી. CAનું કામ કરતા રૂષિત મહેતાના ત્યાં વૈભવી કાર જોવા મળી હતી. હિંમતનગરના મહાવીરનગરમાં CID ક્રાઈમની તપાસ ચાલુ છે.
મળતી માહિતી અનુસાર BZ ગ્રુપમાં CA તરીકે કામ કરતા રૂષિત મહેતાના ઘરે તપાસ હાથ ધરવામાં આવી છે. રૂષિત મહેતા BZ ગ્રુપના એકાઉન્ટ સંભાળી રહ્યા હતા. જોકે, આ મામલે હજી વધુ ખુલાસા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં BZ ગ્રુપ પર CIDએ દરોડા પાડ્યા હતા અને અરવલ્લીના BZ ગ્રુપ પર CIDએ રેડ પાડી હતી. BZ ગ્રુપના નામે ભુપેન્દ્રસિંહ ઝાલાએ 1000 કરોડ કરતાં વધુનું રોકાણ મેળવ્યું હોવાની ચર્ચા થઈ રહી છે. ત્યારે વિજાપુરમાં આવેલા અક્ષર આર્કેડમાં ઓફીસ ચાલતી હતી.
આ પણ વાંચો: અમરેલીના વડીયામાં સામુહિક દુષ્કર્મ મામલે દેહવ્યાપારનો પર્દાફાશ