પાકિસ્તાનના આ વિસ્તારોમાં ન જાઓ… અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી
Pakistan: પાકિસ્તાનમાં યુએસ મિશન દ્વારા સુરક્ષા ચેતવણી આપવામાં આવી છે, જેમાં અમેરિકન નાગરિકોને પેશાવરની સેરેના હોટેલ અને પેશાવર ગોલ્ફ ક્લબ સહિત તેની આસપાસના વિસ્તારોથી 16 ડિસેમ્બર સુધી દૂર રહેવા જણાવ્યું છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ચાલી રહેલી હિંસાને કારણે સુરક્ષાના કારણોસર તે વિસ્તારમાં ન જવાની સલાહ આપવામાં આવી છે, યુએસ મિશનમાં કામ કરતા કર્મચારીઓને આ સ્થળોથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે.
પોલીસે બુધવારે કહ્યું કે આ સલાહ એવા સમયે આવી છે જ્યારે પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં સુન્ની અને શિયા સમુદાયો વચ્ચે અથડામણ જોવા મળી રહી છે. તાજેતરની હિંસા મંગળવારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં અફઘાનિસ્તાનની સરહદે આવેલા કુર્રમ જિલ્લામાં થઈ હતી.
યુએસ નાગરિકો માટે સલામતી સૂચનાઓ
- સેરેના હોટેલ અને પેશાવરની આસપાસના વિસ્તારોમાં ન જવા સલાહ આપવામાં આવી છે.
- દરેક ઘટના સાથે અપડેટ રહેવા માટે સ્થાનિક અખબારો પર નજર રાખો અને વ્યક્તિગત સલામતીના પગલાં લો.
- આસપાસના વિસ્તારો વિશે સાવચેત રહો અને હંમેશા તમારું ઓળખ પત્ર તમારી સાથે રાખો.
- સ્થાનિક સત્તાવાળાઓ સાથે સહયોગ કરો અને પાકિસ્તાન માટે સુરક્ષા અહેવાલોની સમીક્ષા કરો.
મુસાફરી ન કરવાની સલાહ આપી
બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં દરરોજ આતંકવાદી ઘટનાઓ સામે આવી રહી છે, તેની સાથે અહીં આદિવાસી હિંસા પણ જોવા મળી રહી છે. આ કારણે અમેરિકાએ પોતાના નાગરિકોને અહીંયા પ્રવાસ ન કરવાની અપીલ કરી છે. સતત હિંસાને કારણે ભારત-પાકિસ્તાન સરહદ અને તેની આસપાસના વિસ્તારોમાં ન જવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન – દિલ્હી વિશ્વની સૌથી અસુરક્ષિત રાજધાની