November 26, 2024

ગયા વર્ષે કેટલા વિદેશી પ્રવાસીઓ ભારતમાં આવ્યા?

Number Of Tourists In India: મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ રજાઓમાં ઈન્ડિયા આવતા હોય છે. જેના કારણે ડીપીમાં પર્યટન ક્ષેત્રનું યોગદાન પણ ઘણું નોંધપાત્ર જોવા મળે છે. આ વચ્ચે લોકસભામાં આ વિશેની માહિતી આપવામાં આવી હતી. વર્ષ 2023માં ભારતમાં આવનાર વિદેશી પ્રવાસીઓની કુલ સંખ્યા 95.2 લાખ હતી. પ્રવાસન ક્ષેત્રનું યોગદાન દેશના જીડીપીમાં પાંચ ટકા રહ્યું છે.

આ પણ વાંચો: બંધારણ દિવસ પર્વ પર રૂ.75નો સિક્કો જાહેર, સંવિધાન માટે કહી મોટી વાત

કેટલા પ્રવાસીઓ કયા હેતુ માટે આવ્યા?
કેન્દ્રીય પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે લોકસભામાં આ વિશે માહિતી આપી હતી. વિદેશી પ્રવાસીઓ રજાઓ માણવા અને ફરવા આવતા પ્રવાસીઓની સંખ્યા 46.2 ટકા હતી.ભારતીય ઇમિગ્રન્ટ્સનો હિસ્સો 26.9 ટકા અને બિઝનેસ અને પ્રોફેશનલ 10.3 ટકા, મેડિકલ 6.9 ટકા, વિદ્યાર્થી 0.5 ટકા અને અન્ય 9.2 ટકા છે. વર્ષ 2018-19માં દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં પર્યટન ક્ષેત્રનું યોગદાન 5.01 ટકા રહ્યું હતું. દુનિયામાં ભારત પર્યટન સ્થળોમાંનું એક બની ગયું છે. મોટા ભાગના વિદેશી લોકો ભારતમાં ફરવા આવવાનું પસંદ કરે છે. પ્રવાસન વિભાગ તરફથી પણ પગલાં ભરવામાં આવ્યા છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2022માં 14.3 મિલિયન વિદેશી પ્રવાસીઓએ ભારતની મુલાકાત લીધી અને તેનાથી $17.6 બિલિયનની આવક થઈ હતી.