News 360
Breaking News

બનાસકાંઠાના દાંતામાંથી ત્રણ બોગસ ડોકટરો ઝડપાયા, પોલીસે દવાઓ સહિત ઈન્જેક્શનનો જથ્થો જપ્ત કર્યો

Banaskantha: રાજ્યમાંથી અવારનવાર બોગસ ડોક્ટરો ઝડપાતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે બનાકાંઠામાંથી આવી જ એક ઘટના સામે આવી છે. બનાસકાંઠા દાંતામાંથી 3 બોગસ ડોક્ટર ઝડપાતા હોબાળો મચી જવા પામ્યો છે. અંતરિયાળ વિસ્તારમાં ડોક્ટર વાઘેશ્વરી અને ખુશી નામના ક્લિનિક ચલાવતા હતા.

આ પણ વાંચો: રાજકોટથી દિલ્હી જઈ રહેલી ટ્રેનમાં ધડાકા બાદ આગ લાગવાની ઘટના

મળતી માહિતી અનુસાર બનાકાંઠામાં SOG અને આરોગ્ય વિભાગની ટીમે 3 બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. આ સિવાય પોલીસે ક્લિનિકમાંથી 99 હજારની ટેબલેટ, સીરપ , ઈન્જેક્શનનો એલોપેથિક દવાનો જથ્થો જપ્ત કર્યો છે. નોંધનીય છે કે, મનુ રાવળ, જશવંતસિંહ સોલંકી અને પ્રતાપજી ઠાકોર નામના ત્રણ બોગસ ડોક્ટર અંતરિયાળ વિસ્તારમાં વાઘેશ્વરી અને ખુશી નામના ક્લિનિક ચલાવતા હતા. જોકે, આ મામલે SOG પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.