November 24, 2024

અમદાવાદ સાયબર ક્રાઇમને મોટી સફળતા, ડિજિટલ અરેસ્ટ કરતી ગેંગ ઝડપાઈ

અમદાવાદઃ ડિજિટલ અરેસ્ટ કેસમાં સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે. કેન્દ્રીય એજન્સીના નામે ડિજિટલ અરેસ્ટ કરતી ગેંગ ઝડપાઈ છે. દિલ્હી પોલીસ, CBI, ED, ઇન્કમ ટેક્સના નામે ડિજિટલ અરેસ્ટ કરતી હતી.

કેન્દ્રીય એજન્સીના ઉચ્ચ અધિકારીના નામે લોકોને ડિજિટલ અરેસ્ટ કરતા હતા. સિનિયર સિટિઝનને વિદેશથી આવેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાની ધમકી આપતા હતા. ડ્રગ્સ હોવાની ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કરતા હતા.

વિદેશથી આવેલા પાર્સલમાંથી બેક એટીએમ, પાસપોર્ટ, એમડી ડ્રગ્સ મળી આવ્યા હોવાની ધમકી આપતા હતા. તેમના વિરૂદ્ઘ પોલીસ ફરિયાદ થયેલી છે, તેવું જણાવી ભોગ બનનારાને ડરાવી ધમકાવી નકલી કોર્ટ અરેસ્ટ વોરંટ મોકલતા હતા.

આરોપીઓ લોકોને ડિજિટલ અરેસ્ટ કરી નાણાં પડાવતા હતા. લોકો પાસેથી નાણાં પડાવતી રાજસ્થાનની ગેંગને અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા છે.