November 23, 2024

ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં જયસ્વાલ તોડશે સૌથી મોટો રેકોર્ડ

Yashasvi Jaiswal: ક્રિકેટ ચાહકો જે રાહ જોઈ રહ્યા હતા તે સમય હવે આવી ગયો છે. કાલે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થવાનો છે. આ મેચ દરમિયાન તમામની નજર ભારતીય બેટ્સમેનો પર રહેવાની છે. હવે એ જોવાનું રહ્યું કે પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા કયા 11 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરે છે. રોહિત શર્મા આ મેચ રમશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. કારણ કે રોહિત પોતાના પરિવાર સાથે ભારતમાં છે. આ સમયે યશસ્વી જયસ્વાલના ખભા પર જવાબદારી રહેવાની છે.

જયસ્વાલ પાસે ઘણી અપેક્ષાઓ
જયસ્વાલનો ઓસ્ટ્રેલિયાનો આ પહેલો પ્રવાસ છે. ટીમ ઈન્ડિયાને તેમના પાસે ઘણી અપેક્ષાઓ છે. જયસ્વાલનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ વર્ષના સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં તે બીજા ક્રમે છે. 11 ટેસ્ટ મેચની 21 ઇનિંગ્સમાં 1119 રન બનાવ્યા છે. જેમાં 2 સદી અને 7 અડધી સદી સામેલ છે. જયસ્વાલના શાનદાર પ્રદર્શન જોઈને એવું લાગી રહ્યું છે કે આ વખતે તે મોટો રેકોર્ડ તૂટવાની સંભાવના છે.

આ પણ વાંચો: ICCએ પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો, PoKમાં નહીં જાય ચેમ્પિયન્સ ટ્રોફી

સૌથી મોટો રેકોર્ડ તોડવાનો મોકો
આ સિરીઝમાં 5 મેચ રમાવાની છે. જયસ્વાલ પાસે સચિન તેંડુલકરનો સૌથી મોટો રેકોર્ડ તોડવાનો મોકો સિરીઝમાં મળશે. જો તે 444 રન બનાવવામાં સફળ થશે તો ભારત માટે સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર બેટ્સમેન બની જશે. હાલમાં સચિને 2010માં ટેસ્ટ ક્રિકેટમાં 1562 રન બનાવ્યા હતા.