બાઈકમાં આગળની બ્રેક ક્યારે મારવી જોઈએ,આટલું ખાસ ધ્યાન રાખજો
Proper Use Of Brakes In Bike Ride: મેટ્રો સિટી હોય કે ગ્રામ્ય વિસ્તાર, બાઈક રાઈડિંગ કરવું મોટાભાગના યુવાનોને ગમતું હોય છે. ઘણીવાર કેટલાક લોકો આને પ્રોફેશનલી રાઈડ કરતા હોય છે. કેટલાક યુવા માત્ર બાઈકને એક વ્હિકલ તરીકે ગણીને એની કેર કરતા હોય છે. એડવેન્ચરના શોખીન યુવા બાઈક લઈને ઘણી વાર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય છે. જોકે, આ માટે ઘણા સુરક્ષાના માપદંડને ફોલો કરવાના રહે છે. કોઈ પણ વાહન ચલાવતા પહેલા એની સિસ્ટમને સમજવી જરૂરી હોય છે. સવારી સુરક્ષિત હશે તો આનંદ બમણો થઈ હશે. ખાસ કરીને જ્યારે બાઈક ચલાવતા હોય ત્યારે આ સુરક્ષા એ પ્રાથમિકતા બની જાય છે. ઘણીવાર યુવાનો ઈરાદાપૂર્વક કે સંજોગો અનુસાર આગળના વ્હિલની બ્રેક મારી બેસે છે. જેના કારણે અનેકવાર અકસ્માત પણ થાય છે. આજે એ વાતને સમજીએ કે ક્યારે આગળની બ્રેક મારવી જોઈએ.
સરળતાથી આગળની બ્રેક મારી શકાય
રસ્તા પર ભીડ હોય કે એવા કોઈ માર્કેટ એરિયામાંથી પસાર થવાનું હોય ત્યારે બ્રેક મારવી ફરજિયાત બની જાય છે. આવા સંજોગોમાં બાઈકને પણ થોડો લોડ પડે છે. આ ઉપરાંત જ્યારે વળાંક વળવાનું હોય ત્યારે પણ બાઈકને થોડી ધીમી કરવા માટે ટર્ન પહેલા થોડી બ્રેક મારવામાં આવે છે. આ બધુ સામાન્ય લાગતું હશે. હવે એ વાત કરીએ કે, આગળની બ્રેક ક્યારે મારવી જોઈએ અને કેવી રીતે મારવી જોઈએ. જ્યારે રસ્તામાં દૂરથી જ ભીડ જોવા મળે તો આગળની બ્રેકને ધીમે ધીમે પ્રેસ કરવી જોઈએ. સાથે કલ્ચ સાથે મેઈન બ્રેક પણ ધીમે ધીમે મારવી જોઈએ. આનાથી બાઈક ધીમી પડી જશે. અચાનક કોઈ પ્રાણી કે વ્યક્તિ બાઈકની આગળ આવી જાય તો આગળની બ્રેક યુદ્ધના ધોરણે મારી શકાય છે. બસ એલર્ટ એટલું રહેવાનું છે કે, બાઈક પરનું બેલેન્સ બગડવું ન જોઈએ.
બમ્પ ઉપર બ્રેક
બાઈકની જ્યારે આગળની બ્રેક મારવાનું થાય એ સમયે હેન્ડલને થોડું વધારે ફીટ પકડવાથી બાઈક કંટ્રોલ થાય છે. શરીરને પણ ઓછો જર્ક આવે છે. ટ્રાફિકમાં કે બમ્પ ક્રોસ કરતી વખતે બાઈક ઉછળે નહીં એ માટે થોડી અમથી આગળની બ્રેક મારવામાં આવે છે. હાલમાં મોટાભાગની બાઈકમાં ડિસબ્રેક આવે છે. જે વધારે પડતી મારવામાં આવે તો બાઈક આખી એક વ્હિલ પર ઊભી થઈ શકે એટલી પાવરફૂલ હોય છે. આ ઉપરાંત જ્યારે ટર્ન આવે તે પહેલા થોડી અમથી આગળની બ્રેક મારી પછી મેઈન બ્રેકથી ગાડી ધીમી કરીને વળાંક લઈ શકાય છે, ભૂલથી પણ ક્યારે ટર્ન લેતા હોઈએ ત્યારે વધારે પડતું લીવર કે બ્રેક મારવી નહીં. આનાથી અકસ્માત થઈ શકે છે.
આ પણ વાંચો: હાઈવે પર ડ્રાઈવ કરો ત્યારે લેનનો કોન્સેપ્ટ સમજો, અકસ્માતથી બચી જશો
આટલી વાત ધ્યાન રાખો
આગળની બ્રેકને પાવરફૂલ રીતે મારવાથી કે અચાનક વધારે પડતી મારવાથી નુકસાન થાય છે. ઘણીવાર રસ્તા પર પાણી હોય તો બાઈક સ્લીપ થાય છે. આવું ન થાય એટલા માટે આગળની બ્રેક યોગ્ય સમયે જ મારવી જોઈએ. આનાથી બેલેન્સ પણ જળવાશે અને બાઈક સંપૂર્ણ રીતે ઊભી પણ નહીં રહે. મેઈન બ્રેકની સાથે આગળની બ્રેક મારવાથી બાઈક સ્લો થઈ જાય છે. જ્યારે રસ્તો પાણીથી ભરેલો કે રસ્તા પર ઓઈલ પડ્યું હોય ત્યારે આગળની બ્રેક મારવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. અન્યથના સ્લીપ થવાના ચાન્સ વધી જાય છે. આ ઉપરાંત ટાયરમાં હવા વધારે હોય ત્યારે પણ બાઈક વધારે પડતા જર્ક લે છે. આવા સમયે બ્રેક મારતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ.