February 14, 2025

PM મોદીનું બ્રાઝિલમાં સંસ્કૃત મંત્રોચ્ચાર સાથે કરાયું સ્વાગત

G20 Brazil Summit: PM મોદી 19મી G20 સમિટમાં ભાગ લેવા માટે આજે બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરો પહોંચ્યા છે. જ્યાં પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીની ત્રણ દેશોની મુલાકાતનો આ બીજો તબક્કો છે. પીએમ 18 અને 19 નવેમ્બરે બ્રાઝિલમાં યોજાનારી 19મી G20 Brazil Summitમાં ભાગ લેશે.

પીએમ મોદીએ X પર લખી આ વાત
પીએમ મોદીએ X પર પોસ્ટ કરી હતી. જેમાં લખવામાં આવ્યું કે તેઓ સમિટમાં વિવિધ દેશના નેતાઓને મળવા માટે ઉત્સુક છે. પીએમ મોદીએ એરપોર્ટ પર પોતાના સ્વાગતની તસવીરો શેર કરી હતી. પીએમ મોદીએ તેમના સ્વાગત માટે બ્રાઝિલના લોકોનો આભાર માન્યો હતો.

નેતાઓમાં પણ સામેલ થશે
PM મોદી તેમની બ્રાઝિલ મુલાકાત દરમિયાન ટ્રોઇકાના સભ્ય તરીકે 19મી G20 સમિટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. મોદીની સાથે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને તેમના યુએસ સમકક્ષ જો બિડેન 18-19 નવેમ્બરના રોજ રિયો ડી જાનેરો સમિટમાં ભાગ લેનારા નેતાઓમાં પણ સામેલ થશે. પીએમ મોદીને નાઈજીરીયાની મુલાકાત દરમિયાન દેશના રાષ્ટ્રીય પુરસ્કાર, ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઈજરથી સન્માન આપવામાં આવ્યું છે.