IND vs AUS: જાણો ઓસ્ટ્રેલિયા સામે ઈન્ડિયાની ટેસ્ટ મેચના કેવા છે હેડ ટુ હેડ રેકોર્ડ
India vs Australia Test Head To Head Stats: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ 22 નવેમ્બરના રમાશે. જેમાં તમામ ક્રિકેટ ચાહકોની નજર ટકેલી છે. જ્યારે પણ આ બંને ટીમ વચ્ચે મેચનું આયોજન હોય છે ત્યારે ચાહકો આ મેચ માટે ખૂબ જ ઉત્સાહિત હોય છે. આ બંને ટીમ વચ્ચે જ્યારે પણ મુકાબલો હોય છે તે સમયે ચાહકોની સ્ટેડિયમમાં ભારે ભીડ હોય છે.
જોરદાર પ્રદર્શનની પૂરી અપેક્ષાઓ
ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં રમાયેલી છેલ્લી બે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી છે. આ વખતે ચાહકો ટીમ ઈન્ડિયા પાસે જોરદાર પ્રદર્શનની પૂરી અપેક્ષાઓ રાખી રહ્યા છે. તમને જણાવી દઈએ કે શુભમન ગિલ અને નિયમિત કેપ્ટન રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં. જેનું કારણ એ છે કે ગિલને ઈજા થઈ છે અને રોહિત હાલ ઓસ્ટ્રેલિયા ગયો છે. જેની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ ટીમની કમાન સંભાળશે.
ભારત સામે ઓસ્ટ્રેલિયાનો દબદબો
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 107 ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાની 32 મેચમાં જીત અને ઓસ્ટ્રેલિયાએ 45 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. 29 મેચ એવી છે કે જે ડ્રો રહી છે અને એક મેચ ટાઈ રહી છે. ભારત સામે ઓસ્ટ્રેલિયાનો દબદબો જોવા મળ્યો છે. મહત્વની વાત એ છે કે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ જીતવામાં ભારતીય ટીમ ભલે પાછળ હોય, પરંતુ ટીમ ઈન્ડિયાએ છેલ્લા ચાર વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી છે.
આ પણ વાંચો: ICCએ પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો, PoKમાં નહીં જાય ચેમ્પિયન્સ ટ્રોફી
બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની ટીમ:
અભિમન્યુ ઈસ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, સરફરાઝ ખાન, કેએલ રાહુલ, પંત (વિકેટમેન), ધ્રુવ જુરેલ (વિકેટે), રોહિત શર્મા (કેપ્ટન) (પહેલી ટેસ્ટમાંથી), જસપ્રીત બુમરાહ, યશસ્વી જયસ્વાલ, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા , વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ અને હર્ષિત રાણા.