November 17, 2024

કારની સર્વિસ ક્યારે કરાવવી જોઈએ? સમજો ગણિત

Maruti Suzuki e Vitara: દિવાળી બાદ આપણે ત્યાં લગ્ન સિઝન શરૂ થતી હોય છે. આવા સમયમાં એક શહેરથી બીજા શહેરમાં જવાનું થાય ત્યારે ઘણા પરિવારો બાય કાર જવાનું પસંદ કરે છે. આમ ગમે ત્યારે નીકળવા કરતા પહેલા એ નક્કી કરવું જરૂરી છે કે, કારની ફિટનેસ કેવી છે. કાર સર્વિસ કરાવવા માટે પણ ચોક્કસ માપદંડ હોય છે. કારની માઈલેજ અને પર્ફોમન્સ ઘટી જાય તો મુશ્કેલી ઊભી થાય છે. યોગ્ય સમયે કાર સર્વિસ ન કરાવીએ તો કારમાં મુશ્કેલી ઊભી થાય છે. માઈલેજ અને પર્ફોમન્સ પર માઠી અસર થાય છે.

કેટલા કિમી બાદ સર્વિસ કરાવાય
સામાન્ય રીતે નવી કાર હોય તો 1000 કિમી બાદ સર્વિસ કરાવી જોઈએ. નવી કારની ખરીદી કરી હોય ત્યારે સર્વિસને લઈને ડીલર્સ ઘણી સૂચનાઓ આપતા હોય છે. બીજી સર્વિસ 6 મહિના બાદ અથવા 5000 કિમી બાદ કરાવવી જોઈએ. જ્યારે ત્રીજી સર્વિસ 12 મહિને અથવા 10,000 કિમી બાદ કરાવી જોઈએ. જો કાર જૂની હોય તો આ સર્વિસિંગ ગેપ ઓછો હોય છે. જો કાર પાંચ વર્ષ કરતા વધારે જૂની હોય તો દર ત્રણ મહિને સર્વિસ કરાવી જોઈએ. અથવા 5000 કિમી પર સર્વિસ અનિવાર્ય છે.

એક કરતા વધારે કાર
જે લોકો પાસે એક કરતા વધારે કાર હોય એ લોકોના કેસમાં એવું બને છે કે, તેઓ દરરોજ બધી કારનો ઉપયોગ કરી શકતા નથી. આ ઉપરાંત એમનો કારનો ઉપયોગ પણ મર્યાદિત હોય છે. આવી કારની નિયમિત રૂપે સર્વિસ કરાવી જોઈએ. કારની નિયમિત સર્વિસ કરાવવાથી તેના પાર્ટ્સને નુકસાન થતું નથી અને કાર લાંબા સમય સુધી ચાલે છે. કારની સર્વિસ કરાવવાથી, એન્જિનનું ઓઈલ સમયસર બદલાય છે, જે એન્જિનની મજબૂતાઈ જાળવી રાખે છે. સર્વિસ દરમિયાન, ફોલ્ટ શોધી કાઢવામાં આવે છે. પછી તેને સમયસર બદલવામાં આવે છે. કારને નિયમિતપણે સર્વિસ કરાવવાથી ભવિષ્યમાં સમસ્યાઓની શક્યતા ઓછી થઈ જાય છે.

આ પણ વાંચો: FOGમાં ડ્રાઇવિંગ કરતી વખતે આ ભૂલો ના કરો

પર્ફોમન્સ પર ફેર પડે છે.
નિયમિત સર્વિસ કરાવવાથી પર્ફોર્મન્સ અને માઈલેજ બંને સારા રહે છે. ખાસ કરીને જ્યારે લોંગ ડ્રાઈવ પર નીકળવાનું થાય એ પહેલા કાર સર્વિસ કરાવવી જોઈએ. સર્વિસ નહીં તો કારને એક વખત ગેરેજમાં તપાસ કરાવ્યા બાદ જ નીકળવું જોઈએ. ઘણી વખત કારમાં બ્રેકના પટ્ટા ઘસાયા હોય તો હાઈવે પર તે નુકસાન કરી શકે છે. આવું ન થાય એ માટે કારને એક વખત ગેરેજમાં ચેકઅપ કરાવ્યા બાદ હાઈવે ડ્રાઈવ કરવી જોઈએ. આ ઉપરાંત ટાયરની કંડિશન અને અંદરના પાર્ટસની તપાસ કરાવ્યા બાદ નીકળીએ તો હેરાન થવાનો વારો આવતો નથી.