લોરેન્સ ગેંગના નિશાના પર હવે શ્રદ્ધા વોકર હત્યા કેસનો આરોપી
Murder of Shraddha Walkar: દિલ્હીના પ્રખ્યાત શ્રદ્ધા વોકર મર્ડર કેસના આરોપી આફતાબ પૂનાવાલાને લઈને મોટા અહેવાલ સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આફતાબ પૂનાવાલા લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર છે.
હત્યા કરીને હત્યા
લોરેન્સ બિશ્નોઈ ગેંગ સતત ચર્ચામાં છે. તેમાં હવે માહિતી મળી રહી છે કે આફતાબ પૂનાવાલા લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર છે. વર્ષ 2022માં શ્રદ્ધા વોકરની હત્યા કરીને તેના શરીરના ટૂકડા કરવાનો આરોપ આફતાબ પૂનાવાલા પર છે. મીડિયાના અહેવાલોને ધ્યાનમાં લઈને તિહાર જેલ પ્રશાસન સતર્ક થઈ ગયું છે. જેને ધ્યાનમાં રાખીને આફતાબ પૂનાવાલાની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. જોકે મુંબઈ પોલીસ તરફથી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.
આ પણ વાંચો: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની મુશ્કેલીમાં વધારો, વિરાટ ઈજાગ્રસ્ત થયો
તિહાર જેલમાં કાવતરું
હકીકતમાં બાબા સિદ્દીકી હત્યા કેસમાં પકડાયેલા આરોપી શિવ કુમાર ગૌતમે પોલીસને માહિતી આપી હતી કે તે આફતાબને પણ મારવા માંગે છે. કહેવામાં આવી રહ્યું છે કે આફતાબને મારવા માટે તિહાર જેલમાં હત્યાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.