November 25, 2024

ગિરનારની લીલી પરિક્રમામાં છેલ્લા બે દિવસમાં 7 લોકોના હાર્ટ એટેકથી થયા મૃત્યુ

Junagadh Lili Parikrama: જૂનાગઢમાં લાખો લોકો પરિક્રમા કરવા આવી રહ્યા છે. લોકોની આ પરિક્રમા સાથે ખૂબ જ આસ્થા જોડાયેલી છે. આ વચ્ચે ગિરનાર પરિક્રમામાં બે દિવસમાં 7 પરીક્રમાર્થીના મૃત્યુ થયા છે.

7 પરીક્રમાર્થીના થયા મોત
પરિક્રમાની લોકો આખું વર્ષ રાહ જોતા હોય છે. આજૂબાજૂના ગામના લોકો ટ્રેનમાં બેસીને જૂનાગઢ આવતા હોય છે. લોકોની પરિક્રમા સાથે ખૂબ આસ્થા જોડાયેલી છે. આ દરમિયાન પોલીસ પણ સતત આ પરિક્રમા પર ધ્યાન રાખી રહી છે. પરિક્રમા વચ્ચે બે દિવસમાં 7 પરીક્રમાર્થીના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. છાતીમાં દુઃખાવો, હાર્ટએટેક અને લો બીપી જેવી તકલીફોને કારણે મૃત્યુ થયા છે.

આ પણ વાંચો: હાઈકોર્ટે MS ધોનીને નોટિસ મોકલી, જાણો શું છે સમગ્ર મામલો

ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ગિરનારની લીલી પરિક્રમાને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સુરક્ષાના ભાગ રુપે સીસીટીવી દ્વારા મોનિટરીંગ કરાઈ રહ્યું છે. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા ન્યૂઝ કેપિટલ સાથે ખાસ વાતચિત કરી હતી અને તમામ માહિતી આપી હતી. લોકોની લીલી પરિક્રમામાં ખૂબ આસ્થા જોવા મળી રહી છે. 12 નવેમ્બરના રોજથી જૂનાગઢના ગિરનાર ખાતે લીલી પરિક્રમા શરૂ થનાર છે. પરિક્રમા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી ભક્તો જૂનાગઢ આવતા હોય છે. ત્યારે, લીલી પરીક્રમાને લઈને વેરાવળ ડેપો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે વેરાવળ ડેપો દ્વારા એકસ્ટ્રા બસો મૂકવાનો નિર્ણય કરવામા આવ્યો છે.