દિવાળી વેકેશન છતાં મોરબીમાં સ્કૂલો ચાલુ કરી દેવામાં આવી
Morbi News: દિવાળી વેકેશન છતાં અમુક સ્કૂલો ચાલુ કરી દેવામાં આવી છે. સરકારી પરિપત્રની પરવાહ કર્યા વગર અમુક શાળાઓ ચાલુ કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. 17 નવેમ્બર સુધી વેકેશન હોવા છતાં મોરબીની અમુક સ્કૂલોએ ચાલુ કરી દીધી છે.
અધિકારીના ધ્યાનમાં આવી
નવજીવન સ્કૂલ, એલિટ સ્કૂલ, નાલંદા સ્કૂલ, ઓમ શાંતિ સ્કૂલ, સ્વામિનારાયણ સ્કૂલ અને આર્ય વિદ્યાલય ચાલુ કરી દેવાય છે. વહેલી સ્કૂલ ચાલુ કરી દેવાનો વીડિઓ જિલ્લા શિક્ષણ અધિકારીના ધ્યાનમાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી સ્કૂલને નોટિસ આપી ખુલાસો પૂછશે કે નહીં તે સવાલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવવા છતાં જો એક્શન લેવામાં આવતા નથી તો તે પણ એક સવાલ છે. છેલ્લા ઘણા સમયથી અલગ અલગ પ્રકારની બાળકોની સેફટીને લઈને સવાલો ઉભા થયા છે. પરંતુ તેનું કોઈ નિવારણ આવ્યું નથી.
આ પણ વાંચો: આવતીકાલે વાવ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને મતદાન યોજાશે
17 નવેમ્બરે વેકેશન પુરુ થશે
મોરબીની ઘણી શાળાઓને ચાલુ કરી દેવામાં આવી છે. જેમાં નવજીવન સ્કૂલ, એલિટ સ્કૂલ, નાલંદા સ્કૂલ, ઓમ શાંતિ સ્કૂલ,સ્વામિનારાયણ સ્કૂલ અને આર્ય વિદ્યાલય ચાલુ કપી દેવાઈ છે. શાળા જલ્દી ખોલી દેવાના ઘણા કારણો છે. જેમાં શાળા સંચાલકોને પૈસા કમાવવાની ઘેલછા જોવા મળી રહી છે.