November 14, 2024

ભારતીય મૂળના ધર્મેશ શાહે 126 કરોડમાં વેચ્યું ડોમેન નેમ, ChatGPTના મેકરે બાજી મારી

Chat Dot Com Sold To OpenAI: ChatGPT મેકર OpenAI એ આખરે દુનિયાના સૌથી જૂના ડોમેન માંથી એક Chat Dot com ને ખરીદી લીધું છે. આ હાઈ-પ્રોફાઈલ ડોમેનને OpenAI એ HubSpotના કો-ફાઉન્ડર અને CTO ધર્મેશ શાહ પાસેથી ખરીદ્યું છે. હવે Chat Dot com ને OpenAI ના ChatGPT સાથે સીધું રીડાયરેક્ટ કરવામાં આવ્યું છે. આ માટે તેઓ 15 મિલિયન યુએસ ડોલરથી વધુ પર સહમત થયા છે.

Chat.com ઈન્ટરનેટની દુનિયાનું સૌથી જૂના ડોમેન માનું એક છે. તેને સપ્ટેમ્બર 1996માં રજીસ્ટર કરવામાં આવ્યું હતું. જાણકારી મુજબ, ગત વર્ષે ધર્મેશ શાહે chat dot com ખરીદી લીધું હતું. જેના માટે તેમણે 15.5 મિલિયન અમેરિકન ડોલરનો ખર્ચ કર્યો હતો. ભારતીય કરન્સીમાં તેની કિંમત 130 કરોડ રૂપિયા થાય છે.

ધર્મેશ શાહે માર્ચ મહિનામાં કર્યું હતું પોસ્ટ
ધર્મેશ શાહે આ વર્ષે માર્ચ મહિનામાં જ જણાવી દીધું હતું કે તેઓ આ ડોમેન નેમને વેચી ચૂક્યા છે. જોકે ત્યારે તેમણે ડોમેનનું નામ નહોતું જણાવ્યું. હવે ધર્મેશે તાજેતરમાં જ X પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને આ ડીલ અંગે જણાવ્યું છે. OpenAIના CEO Sam Altman એ પણ આ ડીલને લઈને એક નાનકડી પોસ્ટ કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં માત્ર chat.com જ લખ્યું છે.

Sam Altmanની X પોસ્ટ

15 મિલિયન ડોલરથી વધુમાં ખરીદ્યું ડોમેન
OpenAI એ આ ડોમેનને 15 મિલિયન ડોલર કરતાં વધુની કિંમતમાં ખરીદી લીધું છે. શાહે જણાવ્યું કે તેમણે આ ડીલમાં OpenAI ના શેર પણ મળ્યા છે જોકે તેમણે તેમણે સમગ્ર ડીલ અંગે ખુલાસો નથી કર્યો. શાહે આ અધિગ્રહણ બાદ X પર એક પોસ્ટ કરતાં લખ્યું કે chat.com એક શાનદાર ડોમેન છે જે કોઈને પણ એક અત્યંત સફળ પ્રોડક્ટ અથવા કંપની બનાવવા માટે પ્રેરે છે.