January 3, 2025

પાટણના નગરદેવી મહાકાલિકા મંદિર ખાતે યોજાઇ સમૂહ કાલી પૂજા

ભાવેશ ભોજક, પાટણ: પાટણના નગરદેવી શ્રી મહાકાલિકા માતાના મંદિર પરિસર ખાતે કાલી ચૌદસ નિમિત્તે સમૂહ કાલી પૂજા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં નગરજનોએ કાલી પૂજા કરી હતી. તો મહાકાલીના દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. કાળી ચૌદસના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મહાકાલિકા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

પાટણમાં વર્ષો પહેલા કિલ્લામાંથી સ્વયં ભૂ પ્રગટ થયેલ મહાકાળી માતાની મૂર્તિને પાટણના પ્રતાપી રાજા સિદ્ધરાજ જય સિંહે સ્થાપિત કરી હતી. ત્યારથી, આ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. દિવાળીના બીજા સોપાન એવા કાળી ચૌદસ એટલે કે સાધના દિવસ આ દિવસે સાધકો એકાંત સ્થળે જઈ રાત્રી દરમ્યાન વિવિધ દેવી દેવતાઓની સાધના અને ઉપાસના કરે છે. ત્યારે, નગરદેવી શ્રી મહાકાળી મંદિર પરિસર ખાતે મંદિરના પુજારી દ્વારા સમૂહ કાલી પૂજાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

કાલી પૂજામાં વૈદિક મંત્રોચ્ચાર દ્વારા માતાજીનો અભિષેક, શૃંગાર, પૂજન વિધિ કરવામાં આવી હતી. સાથેજ કાલિકા પુરાણમાં ઉલ્લેખિત ‘ક’ અક્ષરથી શરૂ થતા માતાજીના 1008 નામોના ઉચ્ચારણ દ્વારા ભાવિક ભક્તોએ પૂજા કરી હતી. મંદિરના પુજારી દ્વારા છેલ્લા 15 વર્ષથી આ પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ પૂજાનો મુખ્ય હેતુ નગરજનોના આત્માના કલ્યાણ અને નગરમાં કાયમી શાંતિ બની રહે તે માટેનો હોય છે.

આ પૂજાનું મહત્વ એ છે કે માતાજી ના 1008 નામ જાપ કરવાથી એક હજાર ચંડીપાઠ નું ફળ પ્રાપ્ત થાય છે. નગરદેવી શ્રી કાલિકા મંદિર ખાતે દર વર્ષે કાળી ચૌદસના દિવસે સમૂહ કાલિકા પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે યોજાયેલ સમૂહ કાલી પૂજામાં શહેરમાંથી દરેક સમાજના શ્રદ્ધાળુ ભક્તો મોટી સંખ્યામાં કાલી મજામાં જોડાયા હતા મંદિરના પૂજારી દ્વારા વૈદિક મંત્ર ચાર સાથે સામૂહિક કાલી પૂજા કરાવી હતી.

પાટણના નગરદેવી શ્રી મહાકાળી મંદિર ખાતે વર્ષ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે કાળી ચૌદસના દિવસે યોજાયેલી સમૂહ કાલી પૂજામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા અને કાલી પૂજા કરી ધન્યતા અનુભવી હતી તો માતાજીને આ દિવસે વિશેષ અંગે પણ કરવામાં આવી હતી જ્યાં શ્રદ્ધાળુ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી