October 24, 2024

દિવાળીની ખરીદી કરવા જાવ છો? આ ક્રેડિટ કાર્ડ્સ પર મળી રહી છે બમ્પર ઑફર્સ

Diwali Shopping Tips: દિવાળીને આડે હવે થોડા જ દિવસ બાકી રહ્યા છે. ત્યારે દિવાળી ઉપર લોકો ખરીદી કરવા નિકળી ગયા છે. જો તમે પણ ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો તમે પણ સારી એવી બચત પણ કરી શકો છો. કારણ કે વિવિધ બેંકોના ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને સારી ઑફર્સ અને કેશબેક આપી રહ્યા છે. આજે અમે તમને એ ક્રેડિટ કાર્ડ વિશે માહિતી આપવાના છીએ જે આ દિવાળી ઉપર તમને સારો ફાયદો કરાવી શકે છે.

ICICI ક્રેડિટ કાર્ડ
આ ક્રેડિટ કાર્ડ માટે કોઈ વાર્ષિક ફી લેવામાં આવતી નથી. આ ક્રેડિટ કાર્ડ પર એમેઝોન પર 5% કેશબેક આપવામાં આવી રહ્યું છે. નોન-પ્રાઈમ સભ્યો માટે Amazon પર 3% કેશબેક આપવામાં આવી રહ્યું છે.

ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ
આ ક્રેડિટ કાર્ડની વાર્ષિક કિંમત 500 રૂપિયા છે. અહીં Flipkart અને Cleartrip પર 5% કેશબેક આપવામાં આવી રહ્યું છે. 500 Flipkart વાઉચર અને પ્રથમ Swiggy ઑર્ડર પર ₹100 સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

HDFC બેંક મિલેનિયા ક્રેડિટ કાર્ડ
આ ક્રેડિટ કાર્ડની વાર્ષિક ફી 1000 રૂપિયા આપી પજે છે. તમે અત્યારે આ કાર્ડ પરથી તમે Amazon, Cult.fit, Book My Show, Sony Liv, Flipkart, Myntra, Swiggy, Tata Click, Zomato અને Uber પર 5% કેશબેક પ્રાપ્ત કરી શકો છો.

કેશબેક SBI કાર્ડ
આ ક્રેડિટ કાર્ડની વાર્ષિક ફી રપિયા 999 છે. તમે જો ઓનલાઈન શોપિંગ કરો છો તો તમને 5% કેશબેક મળે છે.

આ પણ વાંચો: દિવાળી પહેલા શાકભાજીના ભાવમાં વધારો, જાણો લેટેસ્ટ ભાવ

એક્સિસ બેંક ACE ક્રેડિટ કાર્ડ
આ ક્રેડિટ કાર્ડની વાર્ષિક ફી રુપિયા 499 છે. Google Pay દ્વારા બિલની ચુકવણી કરવામાં આવે છે તો તેમાં તમને 5% કેશબેક મળે છે. આ સાથે Swiggy, Zomato અને Ola પર 4% કેશબેક તમને મળે છે.