November 24, 2024

6 વર્ષની દીકરીનું આધારકાર્ડ ન નીકળતા મુશ્કેલી, માતા-પિતાની વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ ખેડૂત પરિવારની 6 વર્ષની દીકરીને સ્કૂલે અભ્યાસ માટે મુશ્કેલી આધારકાર્ડની જરૂરિયાતને લઈ કચેરીઓના ચક્કર લગાવ્યા છતાં સફળતા ન મળી અંતે દીકરીની માતાએ કલેકટરને લેખિતમાં રજૂઆત કરવી પડી કે, ‘સરકારનું સૂત્ર છે ‘બેટી પઢાઓ બેટી બચાઓ’ મારે કેમ મારી દીકરીને અભ્યાસ કરાવવો.’

કુંકાવાવ ગામના ખેડૂત પરિવારની એક અચરજ પમાડે એવી સમસ્યા ઉદ્ભવી છે. ખેડૂત પરિવારની 6 વર્ષની દીકરીને સ્કૂલે જવા માટે આધારકાર્ડની જરૂરિયાત છે. એમના માતાપિતા કેટલાયે સમયથી કચેરીઓના ચક્કર લગાવી રહ્યા છે અને આધાર કાર્ડ નીકળતું નથી. માતાએ રિમેરેજ કર્યા અને એમના પ્રથમ પતિનું નામ દીકરીના જન્મના દાખલામાં નામ સાથે જોડાયેલું હોવાથી આધરકાર્ડ કઢાવવામાં મુશ્કેલી ઉદ્ભવી રહી છે.

દીકરી આંગણવાડીમાં અને શિક્ષકોની રહેમ દ્રષ્ટિથી બાળકી શાળામાં જતી એડમિશન વગર અને ત્યાં ડ્રોઈંગમાં પણ નંબર મેળવ્યો છે એમને ઇનામો આપવામાં આવે છે. હવે દીકરીને જિલ્લામાં ડ્રોઈંગ સ્પર્ધામાં શાળાના શિક્ષકો દ્વારા જણાવાયું અને શિક્ષકોએ બાળકીનું નામ સ્કૂલમાં દાખલ કરાવવનું કહેતા અધારકાર્ડ કઢાવવામાં મુશ્કેલી ઉદ્ભવી છે. દીકરીને અભ્યાસ કરવા માટે આધારકાર્ડ નીકળતું ન હોવાથી દીકરીને જિલ્લામ ડ્રોઈંગ સ્પર્ધામાં ભાગ લેવા જવાનું થયું છે પરંતુ આધારકાર્ડ વગર દીકરીને સ્કૂલમાં એડમિશન ન મળે માટે એ તક દીકરીને ગુમાવવી પડશે. દીકરી ઓલિમ્પિક પણ સારું રમે છે. પરંતુ હવે આ દીકરી ખુદ ભગવાનને અને સરકારને બે હાથ જોડીને પ્રાર્થના કરી રહી છે કે મારે ભણવું છે મને આધારકાર્ડ આપાવો.

આ 6 વર્ષની હોશિયાર દીકરીને ભણાવવા માટે માતા અને પિતા બન્ને કચેરીઓના ચક્કર લગાવીને થાકી ગયા છે. એમને માત્ર એક જ જવાબ મળી રહ્યો છે કે દીકરી 7 વર્ષની થશે ત્યારબાદ એમનું આધાર કાર્ડ નીકળશે. પરંતુ દીકરીનું એક વર્ષ અભ્યાસમાં લેટ થાય છે. તમામ કાગળો કચેરીઓમાં રજૂ કર્યા છે પરંતુ આજદિન સુધી કોઈ પરિણામ ન મળતા આ 6 વર્ષની દીકરીને અભ્યાસ કરાવવા માટે માએ સરકારને પત્ર લખ્યો છે અને કહ્યું કે, સરકારનું સૂત્ર છે ‘બેટી પઢાઓ બેટી બચાઓ’ આ સૂત્રને સાર્થક કરો, મારી દીકરીને આધારકાર્ડ કાઢી આપો.

કુકવવામાં રહેતા આ ખેડૂત પરિવારની 6 વર્ષની દીકરીને અભ્યાસ કરાવવા માટે માતાની વેદના છે અને 6 વર્ષની દીકરી પણ બે હાથ જોડીને સરકારને વિનંતી કરે છે કે, સરકાર મારે ભણવું છે અને આધારકાર્ડ કાઢી આપો.