October 19, 2024

સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી, હળવા ઝાપટાં પડે તેવી શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી સામે આવી છે. ક્યાંક હળવા ઝાપટાં તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ભરૂચ, વડોદરામાં વરસાદની આગાહી છે. જ્યારે પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે.