January 2, 2025

IND vs NZ: ગૌતમ ગંભીરને વિરાટ પર છે પૂરો વિશ્વાસ, કહી આ વાત

India vs New Zealand Test Series: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સિરીઝ પર તમામ ક્રિકેટ ચાહકોની નજર છે. બાંગ્લાદેશ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. પરંતુ વિરાટનું આ મેચ દરમિયાન કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું નહીં. આ વચ્ચે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચે મીડિયા સાથેની વાતમાં વિરાટ પર આગામી સમયને લઈને પુરો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

બેંગલુરુમાં ભારત અને ન્યુઝીલેન્ડની સિરીઝ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 16 ઓક્ટોબરથી રમાવાની છે. આ મેચનું આયોજન ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. આ વચ્ચે ગૌતમ ગંભીરે મીડિયા સાથે વાત કરી હતી. જેમાં વિરાટને લઈને તેને સવાલ કરવામાં આવ્યો હતો. આ સમયે ગૌતમે કહ્યું કે કોહલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પહેલા ન્યુઝીલેન્ડ સામે અને પછી ઓસ્ટ્રેલિયા સામે ઘણા રન બનાવશે. ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ મજબૂત છે.

આ પણ વાંચો: સંજુ સદી ફટકારનાર ભારતનો પ્રથમ વિકેટકિપર બન્યો, આ રીતે કોંગ્રેસના નેતાઓએ કર્યું સ્વાગત

બે ટેસ્ટ સદી ફટકારી
વિરાટ કોહલીએ વર્ષ 2019માં ટેસ્ટ ક્રિકેટમાં ખાલી 2 વખત સદી ફટકારી છે. જોકે બીજા ખેલાડીઓ હવે આગળ વધી ગયા છે. જેમાં ઈંગ્લેન્ડના ખેલાડી જો રૂટનું નામ પહેલા આવે છે. તે સતત રન બનાવી રહ્યો છે. આવનારા સમયમાં વિરાટને આઠ ટેસ્ટમાં રમવાનો મોકો મળશે. હવે આગામી ટેસ્ટ મેચમાં તેની પાસેથી રનની અપેક્ષા રાખવામાં આવી રહી છે. હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં તે રન બનાવી શકે છે કે નહીં.