October 9, 2024

કેમિસ્ટ્રીના Nobel Prizeની જાહેરાત, ડેવિડ બેકર, ડેમિસ હસાબિસ અને જોન જમ્પરને મળ્યો એવોર્ડ

Nobel Prize in Chemistry 2024: 2024 માટે કેમિસ્ટ્રી ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સે બુધવારેના રોજ જાહેરાત કરી હતી કે કેમિસ્ટ્રીના 2024 નોબેલ પુરસ્કાર ડેવિડ બેકર, ડેમિસ હસાબિસ અને જ્હોન એમ. જમ્પરને એનાયત કરવામાં આવશે. આ લોકોને પ્રોટીન વિજ્ઞાનમાં તેમના અભૂતપૂર્વ યોગદાન માટે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ લોકોને પ્રોટીનની સંરચનામાં તેમના અભૂતપૂર્વ યોગદાન માટે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન, સિએટલ, યુએસએના ડેવિડ બેકરને “કમ્પ્યુટેશનલ પ્રોટીન ડિઝાઇન માટે” કેમિસ્ટ્રીમાં પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે યુકેના લંડન સ્થિત ગૂગલ ડીપમાઇન્ડના ડેમિસ હાસાબીસ અને જ્હોન એમ. જમ્પરને “પ્રોટીન સ્ટ્રક્ચર પ્રિડીક્શન માટે” એવોર્ડ આપવામાં આવ્યો હતો.

નોબેલ સમિતિના અધ્યક્ષે શું કહ્યું?
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, રસાયણશાસ્ત્રની નોબેલ સમિતિના અધ્યક્ષ હેઈનર લિંકે જણાવ્યું હતું કે, “આ વર્ષે માન્યતા પ્રાપ્ત થયેલી શોધોમાંની એક પ્રોટીનની રચના સાથે સંબંધિત છે. બીજી શોધ 50 વર્ષ જૂના સપનાને પૂર્ણ કરવાની છે. એમિનો એસિડ સિક્વન્સ પરથી પ્રોટીન સ્ટ્રક્ચરની આગાહી કરવી. આ બંને શોધો અપાર શક્યતાઓ ખોલે છે.”

ડેવિડ બેકરે 2003માં પ્રોટીન તૈયાર કર્યું હતું
ડેવિડ બેકરે સંપૂર્ણપણે નવું પ્રોટીન ડિઝાઇન કરવાની અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે, જ્યારે ડેમિસ હસાબિસ અને જ્હોન જમ્પરે 50 વર્ષ જૂના પડકારને ઉકેલવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) મોડલ વિકસાવ્યું છે. જે પ્રોટીનની જટિલ ત્રિ-પરિમાણીય રચનાની આગાહી કરે છે.

2003 માં, બેકરે સફળતાપૂર્વક એક નવું પ્રોટીન તૈયાર કર્યું. ત્યારથી, તેમના સંશોધન જૂથે ઘણા નવીન પ્રોટીન બનાવ્યા છે જેનો ઉપયોગ ફાર્માસ્યુટિકલ્સ, રસીઓ, નેનોમટેરિયલ્સ અને સેન્સરમાં થઈ શકે છે. દરમિયાન, હાસાબીસ અને જમ્પરની AI-આધારિત સફળતા 2020 માં AlphaFold2 ની રજૂઆત સાથે આવી. તેમનું મોડેલ સંશોધકોએ ઓળખી કાઢેલ લગભગ તમામ 200 મિલિયન પ્રોટીનની રચનાની આગાહી કરી શકે છે. આ એક એવી સિદ્ધિ હતી જે અગાઉ અશક્ય માનવામાં આવતી હતી.