December 26, 2024

હવામાન વિભાગની આગાહી, બે દિવસ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતને ધમરોળશે

અમદાવાદઃ રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. ત્યારે આજે અને આવતીકાલે રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ, અમરેલી, દીવ, ભાવનગર, સુરત, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણમાં વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે 11 ઓક્ટોમ્બરે પણ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. તો 12 ઓક્ટોમ્બરે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણમાં વરસાદની આગાહી કરી છે.