October 1, 2024

Cyber Crime નો ભોગ ન બનવું હોય તો ફોનમાં કરી લો સેટિંગ્સ

Crime: જો તમે નાનાથી લઈને મોટા પેમેન્ટ માટે UPI નો ઉપયોગ કરો છો. પરંતુ UPIનો ઉપયોગ કરતા પહેલા તમારે ખુબ જ ધ્યાન રાખવું જરૂરી બને છે. મોટા ભાગના લોકો આજના સમયમાં UPIનો ઉપયોગ કરે છે. તમારે કોઈપણ Online Payment કરવાનું હોય તો આ ટીપ્સનું ધ્યાન રાખવું જરૂરી છે.

ઓનલાઈન પેમેન્ટ કરો
સતત ટેક્નોલોજીમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે દરેક ક્ષેત્રમાં પ્રગતિ મળી રહી છે. વધી રહેતી ટેક્નોલોજીમાં ઘણા ફાયદા પણ છે અને ગેરફાયદાઓ પણ છે. UPI પેમેન્ટના કારણે કૌભાંડો અને છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. ભારતમાં Google Pay, PhonePe, Paytm અથવા અન્ય કોઈપણ UPI- સક્ષમ એપનો ઉપયોગ લોકો કરી રહ્યા છે. જો તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો તો ફોન નંબર, બેંક એકાઉન્ટ અથવા UPI ID ને બે વખત ચેક કરી લેવા.

આ પણ વાંચો: iPhone 16 સિરીઝમાં થશે આ પાંચ મોટા ફેરફાર

સુરક્ષામાં વધારો કરવા માંગો છો
દરેક સમયે ધ્યાન રાખો કે તમે તમારા UPI ID, OTP અથવા વ્યક્તિગત માહિતી કોઈની સાથે શેર કરશો નહીં. SMS, ઇમેઇલ અથવા ફોન કોલ્સથી તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. જો તમે સુરક્ષામાં વધારો કરવા માંગો છો તો ઇન-બિલ્ટ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન રાખવું અને તેનો ઉપયોગ કરવો વધારે હિતાવહ છે. જો તમે વાંરવાર કોઈ પણ જગ્યા પર જઈને Wi-Fi નેટવર્ક્સ ઉપયોગ કરો છો તો તમારે સાવચેત થઈ જવાની જરૂર છે. Wi-Fiના કારણે તમારું UPI હેક થઈ શકે છે અને તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.