September 30, 2024

અમેરિકા જનારા ભારતીયો માટે મોટા સમાચાર, વધુ 2.5 લાખ અપોઈન્ટમેન્ટની જાહેરાત

US Embassy in India: અમેરિકાએ ભારતીયો માટે એક મોટી જાહેરાત કરી છે, જે અંતર્ગત ભારતીય વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને સ્કિલ્ડ વર્કર્સને માટે વધુ 2,50,000 અપોઈન્ટમેન્ટ જાહેર કરી છે. આ નિર્ણયને પગલે હજારો ભારતીય અરજદારોને સમયસર ઈન્ટરવ્યૂ ફાળવી શકાશે. ભારત સ્થિત અમેરિકન દૂતાવાસે જણાવ્યું હતું કે, અમારી પાસે સતત બીજા વર્ષે 10 લાખ જેટલી નોન ઈમિગ્રન્ટ વિઝા અરજી આવી હતી. અમારો હેતુ બે દેશને સંબંધ વધુ મજબૂત બનાવવાની સાથે બિઝનેસ અને ટુરિઝમને પણ પ્રોત્સાહન આપવાનો છે.

2.5 લાખ વધારાના વિઝાની જાહેરાત
ભારતમાં યુએસ એમ્બેસીએ માહિતી આપી છે કે તેણે ભારતીય પ્રવાસીઓ, કુશળ કામદારો અને વિદ્યાર્થીઓ સહિત અન્ય પ્રવાસીઓ માટે વધારાની 250,000 વિઝા એપોઇન્ટમેન્ટ ખોલી છે.યુએસ એમ્બેસી દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા નવા સ્લોટથી લાખો લોકોને લાભ થવાની અપેક્ષા છે.

ભારત સ્થિત અમેરિકન દૂતાવાસે જણાવ્યું હતું કે, અમારી પાસે સતત બીજા વર્ષે 10 લાખ જેટલી નોન ઈમિગ્રન્ટ વિઝા અરજી આવી હતી. અમારો હેતુ બે દેશને સંબંધ વધુ મજબૂત બનાવવાની સાથે બિઝનેસ અને ટુરિઝમને પણ પ્રોત્સાહન આપવાનો છે.

હવે જાણો અમેરિકન વિઝા વિશે
વાસ્તવમાં, જો કોઈ વિદેશી દેશનો નાગરિક યુનાઇટેડ સ્ટેટ્સ જવા માંગે છે, તો તેણે પહેલા અમેરિકન વિઝા મેળવવો પડશે. આ વિઝા સંબંધિત પ્રવાસીના પાસપોર્ટમાં નોંધાયેલ છે. પાસપોર્ટ પ્રવાસીને તેના/તેણીના દેશની નાગરિકતા દ્વારા આપવામાં આવે છે.