January 3, 2025

અમદાવાદના ચાણક્ય પુરીમાં અસામાજિક તત્વોનો આતંક, 15 સામે ફરિયાદ

અમદાવાદઃ શહેરમાં અસામાજિક ત્તત્વોનો આંતક યથાવત્ છે. ચાણક્ય પુરીના શિવમ એપાર્ટમેન્ટમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. તલવારો વડે સોસાયટીમાં પ્રવેશી હંગામો મચાવ્યો હતો. ત્યારે આ મામલે સોસાયટીના ચેરમેને સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સોલા પોલીસ સ્ટેશનમાં 4 વ્યક્તિ વિરુદ્ધ નામજોગ 15 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રવિ ઠાકોર, પરાગ ઠાકોર, મોન્ટુ ઠાકોર, અર્જુન ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફ્લેટમાં તપાસ કરતા વિદેશી દારૂ પણ મળી આવ્યો હતો.

ત્યારે આ સમગ્ર મામલે હત્યાના પ્રયાસ સહિત રાયોટીંગ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે આ મામલે સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ તપાસ કરી રહ્યા છે.

આ મામલે સોસાયટીની મહિલાએ જણાવ્યું હતું કે, ‘અમારી કોઈ સેફ્ટી નથી રહી. ઘાટલોડિયાનો રવિ ઠાકોર અમને મારવાની ખુલ્લેઆમ ધમકી આપે છે.’ દારૂ મહેફીલમાં પાંચ લોકો નશામાં ફ્લેટની યુવતીની છેડતી કરી હોવાના આક્ષેપ પણ સોસાયટીવાસીએ કર્યા છે. છેડતી કરનારાને પકડી રાખતા અસમાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. તેમણે પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, પોલીસને જાણ કર્યા છતાં પણ આરોપીઓ નાસી ગયા બાદ આવી હતી.