November 23, 2024

હાર્દિક પંડ્યાની જગ્યા આ ખેલાડી લેશે?

IND vs BAN: બાંગ્લાદેશ સામે 06 ઓક્ટોબરથી શરૂ થનારી T20 સિરીઝ માટે શનિવારે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. જેમાં ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. આ ટીમમાં એક એવા ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે જે આગળ જઈને હાર્દિક પંડ્યાનું સ્થાન લઈ શકે છે.

હાર્દિક પંડ્યાનું પરફેક્ટ રિપ્લેસમેન્ટ
બાંગ્લાદેશ સામે 06 ઓક્ટોબરથી શરૂ થનારી T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. બીસીસીઆઈએ એવા ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું છે કે જે આવનારા સમયમાં હાર્દિક પંડ્યાનું પરફેક્ટ રિપ્લેસમેન્ટ બની શકે છે. આ ખેલાડીનું IPLમાં જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. આ ખેલાડી નીતિશ કુમાર રેડ્ડી છે. તમને જણાવી દઈએ કે નીતિશ કુમાર રેડ્ડીને પહેલી વખત ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે. જોકે આ પહેલા એક સિરીઝમાં તેને સ્થાન મળ્યું હતું. પરંતુ અફસોસ એ હતો કે તેનો સમાવેશ તો કરવામાં આવ્યો હતો પરંતુ ઈજાના કારણે તેનું નામ સિરીઝ શરૂ થાય તે પહેલા તેનું નામ હટાવી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: રણજી ટ્રોફીમાં રમી રહેલા ખેલાડીઓનો પગાર કેટલો હોય છે?

આઈપીએલમાં નીતીશ કુમાર રેડ્ડીનું પ્રદર્શન
નીતીશ કુમાર રેડ્ડી ટીમ ઈન્ડિયા માટે પરફેક્ટ ફાઈન્ડ સાબિત થઈ શકે છે તેવું બીસીસીઆઈને લાગી રહ્યું છે. તેણે 13 મેચમાં 33.67ની એવરેજ અને 142.92ની સ્ટ્રાઈક રેટથી 303 રન બનાવ્યા હતા. જોકે તે બોલિંગમાં તેનું કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ના હતો. આ વખતે તે તેની બોલિંગમાં સુધારો કરી શકે છે.

બાંગ્લાદેશ સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની ટીમ
રિયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, જીતેશ શર્મા, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને મયંક યાદવ.