September 29, 2024

લોટ બાંધતા પહેલા ઉમેરો આ વસ્તુઓ, રોટલી કલાકો સુધી નરમ રહેશે

Roti: ગુજરાતી ભોજનમાં બપોર સવાર અને સાંજ ત્રણેય ટાઈમ જમવામાં રોટલી હોય જ છે. મોટા ભાગના ઘરમાં સવારે નાસ્તામાં પણ રોટલી-ચા ખવાઈ છે. ત્યારે અમે તમારા માટે કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ. જેની મદદથી તમે માણખ જેવી કોમળ રોટલી બનાવી શકો છો.

કોમળ રોટલી આ રીતે બનાવો
ભારતીય ઘરોમાં રોટલી ખૂબ જ ઉત્સાહથી ખાવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને દરેક ગુજરાતીના ઘરે રોટલી વગર તો ભોજન અધરું છે. પરંતુ ઘણી વખત રોટલી કડક થઈ જતી હોય છે. જેના કારણે ભોજનનો સ્વાદ બગડી જતો હોય છે અને વધારે ભોજન ખાવાનું મન પણ નથી થાતું. ત્યારે અમે તમારા માટે કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ. જે તમારી રોટલીને સોફ્ટ અને નરમ બનાવશે. પછી તમે તેને એક કલાક શું 4 કલાક પછી પણ ખાશો તો પણ તમને ભાવશે.

આ પણ વાંચો: ફ્રીઝ વગર ઘી બગડતું નથી પણ માખણ કેમ ફ્રીઝ વગર બગડે છે? જાણો કારણ

લોટ ચાળી લો
જો તમારી રોટલી ખૂબ જ કડક થઈ હોય તો તમારે લોટને બાંધતા પહેલા તેને ચાળી લો. જેના કારણે જાડો લોટ અલગ થઈ જશે અને તમારી રોટલી નરમ બની જાય છે.

હૂંફાળા પાણીમાં મીઠું ઉમેરીને લોટ બાંધો
હુંફાળા પાણીમાં મીઠું ઉમેરો અને પછી તે પાણીથી લોટ બાંધી લો, તેનાથી તમારી રોટલી લાંબા સમય સુધી નરમ રહેશે. લોટ બાંધો ત્યારે તેના પર થોડું ઘી લગાવો અને તેને 10-15 મિનિટ માટે સેટ થવા માટે મૂકી દો, તેનાથી રોટલી નરમ બની જાય છે.

બરફના પાણીથી લોટ બાંધો
જો તમે રોટલીને લાંબા સમય સુધી નરમ રાખવા માંગતા હોવ તો તમારે મોટા બાઉલમાં બરફના ટુકડા લેવાના રહેશે. હવે આ પાણીથી લોટ બાંધી લો. બરફના પાણીથી કણક ભેળવવાથી રોટલી નરમ બને છે અને મુલાયમ બને છે. લોટ બાંધયા પછી તેને ભીના કપડાથી ઢાંકી દો. આમ કરવાથી રોટલી નરમ બને છે. આ સાથે તમે લાંબા સમય પછી પણ તમે તેને ખાઈ શકો છો.