November 25, 2024

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને મળી મારી નાખવાની ધમકી, પાકિસ્તાનથી આવ્યો ફોન

Union Minister Giriraj Singh: બેગુસરાયના બીજેપી સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ગિરિરાજ સિંહના સાંસદ પ્રતિનિધિ અમરેન્દ્ર કુમાર અમરના મોબાઈલ ફોન પર વોટ્સએપ કોલ કરીને આ ધમકી આપવામાં આવી હતી. અમરેન્દ્ર કુમાર અમરે જણાવ્યું કે તેને પાકિસ્તાનથી વોટ્સએપ કોલ આવ્યો અને ગિરિરાજ સિંહને ગાળો આપી અને ગંભીર પરિણામોની ધમકી આપવામાં આવી. આ અંગે શહેર પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાઈ છે.

બેગુસરાય હેડ ક્વાર્ટર ડીએસપીએ જણાવ્યું કે એડવોકેટ અને સાંસદના પ્રતિનિધિ અમરેન્દ્ર અમરે શહેર પોલીસ સ્ટેશનને વોટ્સએપ પર એક અરજી આપી છે જેમાં તેમણે લખ્યું છે કે તેમના ફોન પર પાકિસ્તાનથી એક વોટ્સએપ કોલ આવ્યો હતો. આ કોલમાં, બેગુસરાયના સાંસદ, ભારત સરકારના મંત્રી ગિરિરાજ સિંહ અને તેમના સાંસદ પ્રતિનિધિ અમરેન્દ્ર અમરને ગંભીર પરિણામો એટલે કે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.