January 3, 2025

સરકારી શાળાઓમાં શિક્ષકની ભરતી અંગે મોટી જાહેરાત, 21મી ઓક્ટોબર અરજી માટે છેલ્લો દિવસ

ગાંધીનગરઃ સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે સરકારે મોટી જાહેરાત કરી છે. ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4092 શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવશે. તો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 1608 શિક્ષણ સહાયકની ભરતી થશે.

આ ઉપરાંત બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2484 શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવશે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુજરાતી વિષય માટે 1603 શિક્ષણ સહાયકની ભરતી થશે.

અંગ્રેજી માધ્યમ માટે 5 શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવશે. બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમ માટે 2416 શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવશે. બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંગ્રેજી માધ્યમ માટે 63 અને હિન્દી માધ્યમ માટે 5 શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારો 10મી ઓક્ટોબર, 2024થી 21મી ઓક્ટોબર, 2024 સુધી અરજી કરી શકશે.