ઇડરમાં નીકળી 7 કિલોમીટર લાંબી હર ઘર તિરંગા યાત્રા
ઈડર: સાબરકાંઠાના ઈડર ખાતેથી આજે હર ઘર તિરંગા યાત્રાની શરૂઆત થઈ છે. જેમાં સાબરકાંઠા જિલ્લાના આજે હાજર થયેલા કલેક્ટર સહિત જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં અંદાજિત સાત કિલોમીટર જેટલી લાંબી તિરંગા યાત્રા નીકળી હતી. જે જિલ્લાના મોટાભાગના તમામ ગામડાઓ સુધી પહોંચશે તેમજ હર ઘર તિરંગા અભિયાનને સાર્થક કરવામાં પાયારુ ભૂમિકા ભજવશે.
સાબરકાંઠાના ઇડરમાં આજે હર ઘર તિરંગા યાત્રાની શરૂઆત થઈ હતી. જેમાં સાબરકાંઠા જિલ્લામાં આજથી નવીન વરાયેલા જિલ્લા કલેકટર રતન કુંવરબા ગઢવી, સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પોલીસવાળા સહિત પૂર્વ કેબિનેટ અધ્યક્ષ રમણલાલ વોરાની હાજરીમાં સાત કિલોમીટર જેટલી તિરંગા યાત્રા આવી ગઈ હતી જોકે આગામી સમયમાં દરેક ભારતીય ને રાષ્ટ્રપ્રેમ જગવવા સહિત દેશના વિકાસમાં ભૂમિકા ભજવવા તિરંગા યાત્રા પાયારૂપ બની રહી છે ત્યારે આજથી શરૂ થયેલી આ યાત્રા આગામી ત્રણ દિવસ સુધીમાં જિલ્લાભરમાં યથાવત રહેશે.