દેશની 8 હાઈકોર્ટને નવા મુખ્ય ન્યાયાધીશો મળશે, SCના કોલેજિયમે કરી ભલામણ
New Chief Justices: સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દેશની 8 અલગ-અલગ હાઈકોર્ટમાં નવા મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરવાની ભલામણ કરી છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની કોલેજિયમે દિલ્હી, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ, મધ્યપ્રદેશ, કેરળ, મેઘાલય અને મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોના નામની ભલામણ કરી છે. કેન્દ્ર સરકારની મંજૂરી મળતાં જ તેમની નિમણૂકનો માર્ગ સાફ થઈ જશે. ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બીઆર ગવઈની બનેલી કૉલેજિયમ દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
New Chief Justices In 7 High Courts have been appointed of which Justice K R Shriram (Bombay High Court)has been appointed Chief Justice of Madras High Court and Justice Nitin Jamdar (Bombay High Court) has been appointed Chief Justice of Kerala High Court https://t.co/wzJYYGCLuO
— itatonline.org (@itatonlineorg) July 12, 2024
આ 8 હાઈકોર્ટને ચીફ જસ્ટિસ મળશે
- લાઈવ લોના રિપોર્ટ અનુસાર જસ્ટિસ મનમોહનને દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. હાલમાં તેઓ દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ છે.
- જસ્ટિસ એમએસ રામચંદ્ર રાવને 19.7.2024ના રોજ વર્તમાન ચીફ જસ્ટિસ ડૉ. બીઆર સારંગીની નિવૃત્તિ પર ઝારખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ છે. હાલમાં તેઓ હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે.
- દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ રાજીવ શકધરને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવાની ભલામણ કરવામાં આવી છે.
- દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સુરેશ કૈતને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવાની ભલામણ કરવામાં આવી છે.
- પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ ગુરમીત સિંહ સંધાવાલિયાને મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવાની ભલામણ કરવામાં આવી છે.
- કોલેજિયમે બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ નીતિન જામદારને કેરળ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી છે.
- જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના જજ જસ્ટિસ તાશી રાબસ્તાનની મેઘાલય હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભલામણ કરવામાં આવી છે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ વૈદ્યનાથન 16 ઓગસ્ટે નિવૃત્ત થઈ રહ્યા છે.
- જસ્ટિસ કેઆર શ્રીરામને મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવાની ભલામણ કરવામાં આવી છે. તેઓ હાલમાં બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે ફરજ બજાવી રહ્યા છે.