June 28, 2024

રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Weather Report: ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે રાજ્યમાં હવામાન વિભાગે આગાની સાત દિવસ માટે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે. જેમાં આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. જોકે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા વરસાદની આગાહી આઇએમડી દ્વારા કરવામાં આવી છે. ત્યાં જ આવતીકાલે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે અને 22 જૂને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે.

આ પણ વાંચો: તમિલનાડુમાં ઝેરી દારૂ પીવાથી 25 લોકોના મોત, 60 વધુ હોસ્પિટલમાં દાખલ

આજે કેન્દ્રીય હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર પરથી કરાયેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત સહિત, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, નવસારી વલસાડ, તાપી અને દમણમાં હળવા વરસાદની આગાહી છે.જ્યારે સોમવાર સુધીમાં ભાવનગર, સૌરાષ્ટ્રના પોરબંદર, અમરેલી, જુનાગઢમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવોથી સામાન્ય વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રની આગાહી અનુસાર, આજે છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, નવસારી, નર્મદા, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.